BREAKING NEWS

જામનગર: સિકકા પાટીયા નજીક ટ્રકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મૃત્યુ

  • June 23, 2026 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સિકકા પાટીયા નજીક ટ્રકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મૃત્યુ

ટ્રકચાલક સામે ફરીયાદ : મેઘપર પડાણા પોલીસની ટીમ દ્વારા તપાસ

જામનગર-ખંભાળીયા હાઇવે સિકકા પાટીયાથી આગળ ગઇકાલે ટ્રક ટેન્કરના ચાલકે બેદરકારીથી ચલાવીને મોટરસાયકલને પાછળથી ઠોકર મારી હતી આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવાનનું મૃત્યુ નિપજયુ હતું બનાવ સબબ ટ્રકચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.

મુળ એમપીના અલીરાજપુરના વતની હાલ ખંભાળીયાના ભાતેલ સીમમાં વાડી ખાતે રહેતા મજુરી કામ કરતા કીલડીયા લોગસિંગ કીકરીયા (ઉ.વ.૩૬) નામના યુવાને ગઇકાલે મેઘપર પડાણા પોલીસમાં ટ્રક ટેન્કર નં. આર.જે.૨૫જીએ-૮૫૪૭ના ચાલક સામે ફરીયાદ કરી હતી.

તા. ૨૨ સવારના સુમારે સિકકા પાટીયાથી આગળ હોટલ પહેલાના રોડ પર આરોપીએ પોતાનો ટ્રક ટેન્કર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ભાતેલ વાડી વિસ્તારમાં રહેતા મુળ અલીરાજપુરના જાંબલીફળીયા ડુંગાર ગામના વતની મુકેશ ભીમલા આદીવાસી (ઉ.વ.૨૩) નામના ખેતમજુરના મોટરસાયકલ નં. જીજે૩૪એમ-૪૪૦૪ લઇને જતા હતા તેમને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.
​​​​​​​
અકસ્માતમાં ટ્રકનું વ્હીલ સાથળના ભાગે ફેરવી દઇ ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યુ હતું. આ બનાવની જાણ થતા મેઘપર પોલીસની ટીમ દોડી ગઇ હતી અને પ્રાથમિક વિગતો જાણી હતી દરમ્યાન કીલડીયાભાઇની ફરીયાદના આધારે પોલીસ દ્વારા ટેન્કરચાલક સામે ગુનો નોંધીને તપાસ આગળ ધપાવવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application