BREAKING NEWS

જામનગરમાં ગેરકાયદે ટ્રાન્જેકસનથી નાણાં સગેવગે કરનાર પકડાયો

  • April 17, 2026 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગેરકાયદે ટ્રાન્જેકસનથી નાણાં સગેવગે કરનાર પકડાયો


આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે પકડી સોપી આપ્યો

 
જામનગર શહેરના સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાં ઇન્ટરનેટના માધ્યમથી અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન દ્વારા ગેરકાયદેસર નાણાં મેળવવાના ગુનામાં નાસતા ફરતા ફરારી આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.


જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.  જેના અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી.


દરમિયાન સ્ટાફના કરણસિંહ, ગજુભા, સુરેશભાઇ, દિલીપસિંહ, મહિપાલભાઇને મળેલ ચોક્કસ બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપી ઉમેશ ઓધવજીભાઈ રાઠોડ (ઉંમર ૩૨ વર્ષ) રહે. ગુલાબનગર, જામનગર) રાજકોટ ખાતે હોવાની માહિતી મળી હતી. જેના આધારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના નાણાવટી ચોક રોડ પરથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.


આ કામગીરી પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર  એમ.વી. ભાટીયા તેમજ એ.એસ.આઈ. ગોવિંદભાઈ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા વગેરેએ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News