BREAKING NEWS

ખંભાળિયા: કલ્યાણપુરમાં ગેરકાયદે ડીઝલનો જથ્થો સંગ્રહ કરનાર શખ્સ ઝડપાયો

  • May 13, 2026 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: કલ્યાણપુરમાં ગેરકાયદે ડીઝલનો જથ્થો સંગ્રહ કરનાર શખ્સ ઝડપાયો

વેરાવળ તાલુકાના અન્ય એક શખ્સની શોધખોળ કરતી પોલીસ

કલ્યાણપુર પંથકમાં એલસીબી પોલીસે કરેલી કાર્યવાહીમાં કલ્યાણપુર નજીકના પોરબંદર - દ્વારકા માર્ગ પર આવેલા ગોઝીનેસ ગામના પાટીયા પાસે એક આસામીની બંધ હોટલ નજીક ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામના મૂળ રહીશ અને હાલ દ્વારકા નજીક આવેલી એક ખાનગી કંપનીમાં રહી અને નોકરી કરતા જીવા મુળાભાઈ કછોટ નામના ૪૫ વર્ષના આહિર શખ્સ દ્વારા સંગ્રહિત કરવામાં આવેલો ડીઝલનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસની કાર્યવાહીમાં ઉપરોક્ત શખ્સ દ્વારા સક્ષમ અધિકારીની પરવાનગી વગર જ્વલનશીલ પ્રવાહી રાખવા બાબતનું લાયસન્સ કે પરવાનો મેળવ્યા વગર તેમજ બિનસાલામત સ્થળે કોઈપણ પ્રકારની તકેદારી રાખ્યા વગર પોતાના કબજા ભોગવતાની ઓરડીમાં રાખેલો ૩,૦૦૦ લિટર ડીઝલનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. 

આ પ્રકરણમાં પોલીસે ૨,૭૦,૦૦૦ ની કિંમતના ડીઝલ ઉપરાંત વેચાણ કરવા ઉપયોગમાં લીધેલી નોઝલ, નળી, પંપ વિગેરે રૂ. ૩૦,૦૦૦ નો મુદ્દામાલ તથા રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતનું એક જનરેટર અને રૂ. ૧૦,૦૦૦ ની કિંમતનો એક મોબાઇલ ફોન તથા હિસાબની કાચી નોટબુક વિગેરે મળીને કુલ રૂ. ૩,૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી, આરોપી જીવા મુળા કછોટની અટકાયત કરવામાં આવી હતી.

આ પ્રકરણમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનો રહીશ ગોવિંદ સરમણ સોલંકી નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું જાહેર થયું છે. જેથી પોલીસે તેને હાલ ફરાર જાહેર કર્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે બીએનએસ તથા આવશ્યક ચીજવસ્તુ ધારા એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application