મમતાના આજથી દિલ્હીમાં ધામા : કેન્દ્ર સામે ૪૮ કલાકના ધરણા

  • March 29, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



તૃણમૂલ કોંગ્રેસના સાંસદો આજે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરશે



કેન્દ્રની ભાજપ સરકાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે ફરી એકવાર સામસામે આવી ગયા છે. મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર લાંબા સમયથી રાજ્યના બાકી રૂપિયા નહી ચૂકવવાનો આરોપ લગાવતાઆજથી કેન્દ્ર સરકાર સામે 48 કલાકના ધરણા પર બેસવાની જાહેરાત કરી છે.


તૃણમૂલ કોંગ્રેસના સાંસદો આજે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરશે. પાર્ટીના નેતાઓએ કહ્યું હતું કે મમતા બેનર્જી સંસદ પરિસરમાં પ્રદર્શન સિવાય કોલકાતામાં વિરોધ માર્ચ કાઢશે. બંને શહેરોમાં એક સાથે દેખાવો યોજાશે.


તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળને કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યનો હિસ્સો ન મળવાના કારણે બે દિવસીય ધરણા શરૂ કરશે અને કોલકાતાના એસ્પ્લેનેડ ખાતે ભીમરાવ આંબેડકરની પ્રતિમાની સામે ધરણા પર બેસશે. મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી કેન્દ્ર સરકારની 'જનવિરોધી' નીતિઓના વિરોધમાં એક રેલીને સંબોધશે.


પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તેમનું આંદોલન લોકશાહી, સંઘવાદ, બંધારણ અને સંસદને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે. તેઓ જમીન પર ઉતરશે અને લોકોને કેન્દ્ર સરકારના સાવકા વર્તન વિશે જણાવશે. આ પહેલા મંગળવારે સિંગુરમાં એક સભાને સંબોધિત કરતી વખતે મમતા બેનર્જીએ કહ્યું હતું કે GSTને સમર્થન આપવું ભૂલ હતી.


નોંધનીય છે કે મમતા બેનર્જી ઘણા સમયથી આરોપ લગાવી રહી છે કે કેન્દ્ર સરકાર બંગાળમાં 100 દિવસ સુધી કામ કરનારા લોકોના પૈસા રોકી રહી છે અને હાઉસિંગ સ્કીમ સહિત અન્ય ઘણા પ્રોજેક્ટ માટે પૈસા નથી આપી રહી. આટલું જ નહીં, રાજ્યને પણ GSTમાંથી તેનો હિસ્સો મળી રહ્યો નથી. કેન્દ્ર સરકારની આ મનમાનીના કારણે તેમણે કોલકાતામાં ધરણા પર બેસવાની જાહેરાત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application