BREAKING NEWS

દ્વારકા: ધ્રાસણવેલ સીમ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

  • July 14, 2026 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: ધ્રાસણવેલ સીમ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

દ્વારકા એલસીબીના દરોડામાં ૨૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત

દ્વારકા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ.જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ.દેવમુરારી, એમ.આર.સવસેટા તથા સ્ટાફની અલગ-અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઇ. કુલદિપસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ પીઠાભાઇ ગોજીયાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, ધ્રાસણવેલ ગામથી મુળવાસર જતા રોડ પર મગદેરાની સામે આવેલા સરકારી તળાવની પાળ પાસે બાવળની જાળીમાં મેવાસા ગામનો હરભમભા ગમલાભા માણેક નામનો ઇસમ ગેરકાયદેસર રીતે દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યો છે.

આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે ઉક્ત સ્થળે સફળ રેઇડ પાડી હતી. રેઇડ દરમિયાન પોલીસને સ્થળ પરથી ૨૫ લીટર તૈયાર દેશી દારૂ (કિંમત રૂપિયા ૫,૦૦૦), ૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો (કિંમત રૂપિયા ૧૫,૦૦૦) તેમજ દારૂ બનાવવાની ૩ નંગ ધાતુની નળીઓ (કિંમત રૂપિયા ૧,૫૦૦) મળી કુલ રૂપિયા ૨૧,૫૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેને પોલીસે કબ્જે કર્યો છે.
​​​​​​​
આ રેઇડ દરમિયાન આરોપી હરભમભા ગમલાભા માણેક (રહે. મેવાસા ગામ, તા. દ્વારકા) હાજર મળી ન આવતા તેને ફરારી જાહેર કરવામાં આવ્યો છે અને તેની સામે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News