BREAKING NEWS

દ્વારકા-જામનગરમાં બાંગ્લાદેશીઓને પકડવા મોટા પાયે સર્ચ ઓપરેશન

  • June 03, 2026 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા-જામનગરમાં બાંગ્લાદેશીઓને પકડવા મોટા પાયે સર્ચ ઓપરેશન

જામનગર જીલ્લામાં ૯૬ને ચેક કરાયા : શકમંદોની પુછપરછ : આધાર, પુરાવા તપાસવા સહિતની કાર્યવાહી : એલસીબી, એસઓજી, સીટી અને તાલુકા પોલીસ દ્વારા સધન ચેકીંગ

જામનગર અને દેવભુમી દ્વારકા સહિત રાજયમાં બાંગ્લાદેશીઓને પકડવા મીડનાઇટ સર્ચ ઓપરેશન પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહયુ છે, ગત રાત્રીના જામનગર શહેર અને જીલ્લામાં અલગ અલગ પોલીસ ટુકડીઓ દ્વારા ચેકીંગ કાર્યવાહી પુરજોશમાં હાથ ધરવામાં આવી હતી અને જુદી જુદી ટુકડીઓ દ્વારા જામનગર જીલ્લામાં ૯૬ જેટલા લોકોને ચેક કરવામાં આવ્યા હતા જેમાં શંકાસ્પદોની સઘન પુછતાછ કરવામાં આવી રહી છે, દ્વારકા જીલ્લામાં પણ સર્ચ ઓપરેશન આ મામલે હાથ ધરાયુ હતું.

ગાંધીનગર ખાતેની સભામાં કેન્દ્રીય ગૃહમંત્રીના હુંકાર બાદ દેશભરમાંથી ઘુષણખોરને વીણી વીણીને બહાર કાઢવામાં આવશે દરમ્યાનમાં ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે, જામનગર, દ્વારકા, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર રાજયમાં ઓપરેશન હાથ ધરાયુ હતું.

જામનગર એસપી. ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, સીટી-એ, બી, સી, પેરોલ ફર્લો સ્કવોડ તથા જુદા જુદા તાલુકા મથક અને પંચકોશી ડીવીઝનની અલગ અલગ પોલીસ ટુકડીઓ દ્વારા સર્ચ ઓપરેશનની કામગીરીમાં જોડાઇને ચેકીંગ કાયુ હતું. જેમાં ૯૬ જેટલાઓને જીલ્લાભરમાં ચેક કરાયા હોવાનું જાણવા મળ્યુ છે. અને ૩ થી ૪ ની શંકાસ્પદ હિલચાલ જણાતા વધુ પુછપરછ કરવામાં આવી હતી, જો કે કેટલા બાંગ્લાદેશી નાગરીકો પકડાયા એ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

જામનગર ઉપરાંત દેવભુમી દ્વારકા જીલ્લામાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું, અલગ અલગ ટીમો દ્વારા ચેકીંગ કાર્યવાહી કરી હતી જેમાં અસંખ્ય લોકોને ચેક કરાયા હતા, મુખ્ય પોઇન્ટ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારો અને જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સુધી કાર્યવાહી લંબાવવામાં આવી હતી, મીડનાઇટ સર્ચ ઓપરેશનમાં ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતીયો બાબતે પણ આધાર, પુરાવા ચકાસવામાં આવી રહયા છે. જે બાબતની કેટલીક વિગતો સત્તાવાર રીતે આપવામાં આવશે, હાલ રાજયભરમાં સર્ચ ઓપરેશનના પગલે ભારે ચહલ પહલ જોવા મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જામનગર શહેરમાં મહિલા સહિતના બાંગ્લાદેશી ૪ થી નાગરીકો મળી આવ્યા હતા, એ પછી દ્વારકા જીલ્લામાં પણ બાંગ્લાદેશી નાગરીકો શંકાસ્પ્દ હાલતમાં મળી આવ્યાના બનાવો સામે આવી ચુકયા છે, એક અંદાજ મુજબ બાંગ્લાદેશથી ઘુસણખોરી કરીને ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લામાં અમુક બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હોવાની વિગતો સામે આવતી રહે છે અને તાજેતરમાં આ મામલે અભિયાન હાથ ધરવા માટે નિર્દેશ આપ્યા બાદ ગત રાતથી આ દિશામાં ચેકીંગ કાર્યવાહી શ‚ કરવામાં આવી છે. 

છેલ્લા કેટલાય સમયથી રાજયના જુદા જુદા વિસ્તારોમાં ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં ઘૂસણખોર કરનારા ગેરકાયદે વસવાટ કરતા હોવાની વિગતો સામે આવી હતી અને થોડા મહિનાઓ પહેલા હાલારના બન્ને જિલ્લામાંથી બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા જો કે તેમની પુછપરછમાં કોઇ ગંભીર બાબત સામે આવી ન હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application