જામનગર: સરમત પાટીયા પાસે યુવાને જીવાદોરી ટુંકાવી
વતનથી દુર કામ કરવામાં મન નહીં લાગતા કંટાળીને પગલુ ભર્યુ
મુળ બિહાર, હાલ સરમત પાટીયા પાસે આર્ય ભગવતી સોસાયટીમાં રહેતા શ્રમિક યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે, વતનથી દુર અહીં કામમાં મન લાગતુ ન હોય જેના કારણે આ પગલુ ભરી લીધાનું પોલીસમાં જાહેર કરાયું છે.
બિહારના બેલા પોસ્ટ, રાજપુર થાના ખાતેના વતની અને હાલ જામનગરના સરમત પાટીયા પાસે આવેલ આર્ય ભગવતી સોસાયટી મ નં. ૨૪માં રહેતા મજુરીકમ કરતા હિતેશકુમાર ભગવાનસીંગ રાજપુત નામના યુવાન તેના વતનથી દુર અહી જામનગરમાં કામ કરતા હોય અને કામમાં મન લાગતુ ન હોય જેથી કંટાળી અને પોતાની મેળે રૂમમાં ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ છે, આ બનાવ અંગે અમનકુમાર ભગવાનસીંગ દ્વારા સિકકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે.