↵
દેવભૂમિ દ્વારકા: નાગેશ્ર્વર જયોર્તિલીંગ મંદિર પ્રકરણમાં કાર્યવાહી કરવા નાયબ કલેકટરને કરાઇ તાકીદ
નાગેશ્વર જયોતિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓના વિરૂદ્ધમાં થયેલી રજૂઆતો અંગે નિયમ અનુસાર કાર્યવાહી કરવા સહિતની સૂચનાઓ નિવાસી અધિક કલેકટર દ્વારા આપવામાં આવી છે.
દ્વારકા નજીક આવેલા નાગેશ્વર જયોતિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ સ્થાનિક સ્તરથી માંડી વડાપ્રધાન કાર્યાલય સુધી અનેક વખત રજૂઆત થઈ છે. તે દરમિયાન ર૧ ટ્રસ્ટી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની રજૂઆતો સંદર્ભે તપાસ અહેવાલ સોંપવાની અધિક નિવાસી કલેક્ટરને સૂચના આપવામાં આવી છે.
નાગેશ્વર જયોતિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓએ સરકારી જમીન પર વર્ષોથી કબજો કરી લીધો હોવાની રજૂઆતો થઈ છે ત્યારે નિયમોનુસાર કાર્યવાહી કરવા અને અરજદારને પ્રત્યુત્તર પાઠવવા, નકલ સમય મર્યાદામાં મોકલી આપવા અને ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવા દ્વારકાના નિવાસી અધિક કલેકટર એમ.વી. દેસાઈ દ્વારા નાયબ કલેકટરને તાકીદ કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application