BREAKING NEWS

જામનગરની અદાલતે વેરાવળના વેપારીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા તથા બે લાખ દંડ

  • July 18, 2026 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની અદાલતે વેરાવળના વેપારીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા તથા બે લાખ દંડ

જામનગરની અદાલતે ચેક રિટર્ન કેસમાં વેરાવળના ઈરફાન ઈકબાલ પટણીને ઉર્ફે ઈરફાન શેરૂ એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.

આ કેસની હકીકત એવી છે કે વસીમ હનીફભાઈ મન્સૂરીએ આરોપીને મિત્રતાના સંબંધે હાથ ઉછીના જરૂરિયાત માટે રૂપિયા ૨ લાખ આપ્યા હતા. જેના બદલામાં આપવામાં આવેલ ચેક બાઉન્સ થતા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા સાથે એક મહિનામાં ચેકની રકમ ચૂકવવાનો તથા રૂપિયા ૨ લાખ દંડ પેટે અલગથી ચૂકવવાનો હુકમ કર્યો છે. જો દંડની રકમ ચૂકવવામાં નહીં આવે તો વધુ ત્રણ માસની કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસમાં ફરિયાદી પક્ષે સીનિયર ધારાશાસ્ત્રી એડવોકેટ રશીદ એમ. ખીરા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application