જૂનાગઢ: મંત્રીના મદદનીસનું રૂ.૧૦ લાખનું વધુ એક કારનામું: સચિવાલયમાં નોકરીના નામે નાણા ખંખેયા

  • December 12, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં પરસોતમ સોલંકીના પીએ તરીકેની ઓળખ આપી રોફ જમાવતા વાડલા ફાટકના આધેડ સામે એક બાદ એક છેતરપિંડીની ફરિયાદમાં વધારો થઈ રહ્યો છે માણાવદરમાં ગેરેજ સંચાલકના પુત્રને સચિવાલયમાં નોકરી અપાવવા ની લાલચ આપી ૧૦ લાખ રૂપિયા પડાવી નોકરી ન આપી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 



માણાવદરમાં ઉમા એપાર્ટમેન્ટમાં રહેતા અને ગેરેજનું કામ કરતા દીપકભાઈ ભદ્રકિયા એ નોંધાવેલી ફરિયાદમાં વાડલા ફાટક વિસ્તારમાં રહેતા રાજેશ જાદવ દીપકભાઈ ના ગેરેજે ગાડી રિપેર કરાવવા આવેલ ત્યારે તેને ઓળખાણ થયેલી હતી તેમજ પશુપાલન મંત્રી પરસોતમ સોલંકીના પીએ તરીકે ઓળખ આપી ગેરેજ સંચાલકના પુત્રને સચિવાલયમાં નોકરી અપાવવાની વાત કરવામાં આવતા નોકરી માટે ૧૦ લાખ આપવા પડશે અને રકમ મળ્યાના ત્રણ મહિના બાદ ઓર્ડર મળી જશે અને નોકરી ન મળે તો ૧૧ લાખની રકમ પરત આપશે તેવી ખાતરી આપતા લલચાયેલા પિતાએ પુત્રને નોકરી મળવાની આશાએ તેના મિત્રો  મધુકર મશરૂ, શૈલેષ મશરૂ અને રમેશ કાનગડ પાસેથી  ૧૧ લાખ એકત્ર કરી રાજેશભાઈ જાદવને આપી દીધા હતા 


રૂપિયા આપ્યા બાદ પણ નોકરીનો ઓર્ડર ન મળતા આ બાબતે થયેલ વાત મુજબ રકમ પરત આપવા જણાવતા પૈસા આપવા હાથ ખંખેરી લેતા ગેરેજ સંચાલક મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે તાજેતરમાં નકલી પીએ હોવા અંગે પ્રાપ્ત થયેલ વિગત ને આધારે રાજેશ જાદવનો વધુ એક ઈસમ ભોગ બન્યા અંગે સામે આવ્યું હતું આ અંગે દીપકભાઈએ રાજેશ જાદવ સામે માણાવદર પોલીસમાં વિશ્વાસઘાત છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
અત્યાર સુધીમાં પશુપાલન મંત્રીના પીએ તરીકેની ઓળખ આપનાર રાજેશ જાદવ સામે પાંચથી વધુ ફરિયાદ નોંધાઈ ચૂકી છે હજુ પણ વધુ લોકો ભોગ બને તેવી સંભાવના સેવાઈ રહી છે. પોલીસ દ્વારા ફરિયાદ ને આધારે વધુ તપાસ કરી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application