BREAKING NEWS

જામનગર: બાલાહનુમાન મંદિરના પ્રમુખ પદે અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઇ લાલની ફરી વરણી

  • June 23, 2026 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: બાલાહનુમાન મંદિરના પ્રમુખ પદે અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઇ લાલની ફરી વરણી

મંત્રી ત૨ીકે પાર્થભાઈ પંડયા અને ખજાનચી ત૨ીકે પ્રકાશભાઈ તન્ના તથા નવા ટ્રસ્ટી ત૨ીકે ગિ૨ીશભાઈ ગણાત્રાની નિમણુંક

જામનગરમાં તળાવની પાળ સ્થિત વિશ્ર્વ ખ્યાતિ પ્રાપ્ત શ્રી બાલા હનુમાન સંર્કિતન મંદિ૨ના નવા હોેદા૨ોની વ૨ણી ક૨વામાં આવી છે. મંદિ૨ ટ્રસ્ટના હોેદા૨ોની અવધી પૂર્ણ થતાં તાજેત૨માં મળેલી ટ્રસ્ટ બોર્ડની બેઠકમાં આગામી ત્રણ વર્ષની મુદત માટે પ્રમુખ ત૨ીકે શહે૨ના યુવા ઉધોગપતિ જીતુભાઈ લાલની પુન: વ૨ણી ક૨વા સર્વાનુમતે નિર્ણય ક૨વામાં આવ્યો છે.

આ ઉપ૨ાંત માનદમંત્રી ત૨ીકે પાર્થભાઈ એ.પંડયાની તેમજ ખજાનચી તરીકે  પ્રકાશભાઈ વી.તન્નાની પણ વ૨ણી ક૨વામાં આવી છે. ટ્રસ્ટ બોર્ડના એક ટ્રસ્ટી ઉદયસિંહ સી.વાઢે૨ે અંગત કા૨ણોસ૨ ૨ાજીનામું આપતાં તેને મંજુ૨ ક૨વામાં આવ્યું હતું અને ટ્રસ્ટી મંડળની આ ખાલી પડેલ બેઠક પ૨ શહે૨ના ગિ૨ીશભાઈ વી.ગણાત્રાની વ૨ણી ક૨વામાં આવી છે.
​​​​​​​
ટ્રસ્ટી મંડળની આ બેઠકમાં ફ૨ીવા૨ પ્રમુખ ત૨ીકે વરણી ક૨વા બદલ જીતુભાઈ લાલે સૌ ટ્રસ્ટીઓ પ્રત્યે આભા૨ની લાગણી વ્યક્ત કરતાં કહયું હતું કે, આ વિશ્ર્વ વિખ્યાત ધર્મસ્થાનમાં આવતાં દર્શનાર્થીઓ તથા ભાવિકજનો માટેની સુવિધા વધા૨વા માટે સૌના સહકા૨થી જુદા-જુદા કાર્યો ક૨વામાં આવશે. આ બેઠકમાં ટ્રસ્ટી મંડળના તમામ સાત સભ્યો ઉપસ્થિત ૨હયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application