જામનગરમાં જાહેરમાં ગંદકી ફેલાવતા વેપારી અને દુકાનદારોને નોટીસ
ખાણીપીણીની દુકાનોમાં મનપાના એસએસઆઇ દ્વારા ચેકીંગનો દૌર
દંડની પણ વસૂલાત: સ્વચ્છતા જાળવવા ખાસ તાકીદ કરાઇ
જામનગરમાં જાહેરમાં ગંદકી ફેલાવતા વેપારી અને દુકાનદારોને મનપા દ્વારા નોટીસો ફટકારવામાં આવી છે. ખાણીપીણીની દુકાનોમાં મનપાના એસએસઆઇ દ્વારા ચેકીંગ હાથ ધરી દંડની વસૂલાત પણ કરવામાં આવી રહી છે. વેપારી અને દુકાનદારોને સ્વચ્છતા જાળવવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
જામનગરમાં લોક સુખાકારી અને જન આરોગ્ય જળવાઇ રહે તે માટે મહાનગરપાલીકા દ્વારા કમર કસવામાં આવી છે. મનપાના કમિશ્ર્નર દીપેશ કેડીયાની સૂચનાથી શહેરમાં સ્વચ્છતા જાળવવા ખાસ ઝુંબેશ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત મનપાના એસએસઆઇ દ્વારા ખાણીપીણીની દુકાનોમાં ચેકીંગ કરી જાહેરમાં ન્યુસન્સ એટલે કે ગંદકી ફેલાવતા વેપારી અને દુકાનદારોને નોટીસો ફટકારવામાં આવી છે. આટલું જ નહીં દંડની પણ વસૂલાત કરવામાં આવી રહી છે. મનપા દ્વારા ચેકીંગના દૌરથી વેપારી અને દુકાનદારોમાં દોડધામ મચી ગઇ છે. આટલું જ નહીં વેપારી અને દુકાનદારોને સ્વચ્છતા જાળવવા ખાસ તાકીદ પણ કરવામાં આવી છે.