આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
પોલીસ પર હત્પમલો કરી મોબાઇલની લૂંટ ચલાવવાના ગંભીર ગુના સહિતના ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત સંજય ઉર્ફે ટકો વિદ્ધ પોલીસ કમિશનરે પાસાનું વોરટં ઇશ્યુ કયુ હતું. કુવાડવા પોલીસ અને પીસીબીએ વોરંટની બજવણી કરી આરોપીને ભુજ જેલ હવાલે કર્યેા હતો.જાણવા મળતી વિગતો મુજબ, કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એ.એન. જાની દ્રારા અગાઉ મારામારી સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત અજય ઉર્ફે સંજય ઉર્ફે ટકો વાઘજીભાઈ રોજાસરા (ઉ.વ. ૩૫ રહે. રંગીલા પંચવટી સોસાયટી શેરી નંબર ૨, નવાગામ આણંદપર) વિદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલી હતી. કમિશનર બ્રજેશકુમાર ઝાએ દરખાસ્ત પર મંજૂરીની મહોર લગાવી આરોપી વિદ્ધ પાસાનું વોરટં ઇસ્યુ કયુ હતું. જેથી કુવાડવા રોડ પોલીસ અને પીસીબીએ જરી કાર્યવાહી કરી આરોપી સંજય ઉર્ફે ટકાની પાસા હેઠળ અટકાયત કરી તેને ભુજ જેલ હવાલે કર્યેા હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મે માસમાં આરોપી સંજય ઉર્ફે ટકાએ તથા તેના એક સાથીદારે કુવાડવા રોડ પોલીસ મથકના કોન્સ્ટેબલ વિશાલ નરેશભાઈ વઘાસિયાને ગાળો ભાંડી, ઝપાઝપી કરી તેમના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
જામનગર જિલ્લા વિકાસ અધિકારી નિશાના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ
જામનગર: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૬–૨૭નું સફળ સમાપન
જામનગર: લાલપુર ખાતે વિવિધ લોક કલ્યાણકારી પ્રોજેક્ટ્સનું જિલ્લા વિકાસ અધિકારી નિશાના હસ્તે લોકાર્પણ કરાયું
નાનામવા ફાયરિંગ–હત્યા પ્રકરણમાં ખૂની હુમલાની કલમનો ઉમેરો કરાયો
પોલીસમેન પર હુમલો કરી લૂંટ ચલાવનાર કુખ્યાત સંજય ઉર્ફે ટકો પાસા હેઠળ જેલહવાલે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech