BREAKING NEWS

દુકાનમાંથી મોબાઈલ સહિત ૪૫ હજારની મત્તાની ચોરી :પિતા, સગીર પુત્ર ઝડપાયો

  • July 18, 2026 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા નજીક મોબાઈલની દુકાનનો કાચનો દરવાજો હથોડી વડે તોડી મોબાઈલ, ડેટા કેબલ અને એડેપ્ટર મળી . ૪૫ હજારની મત્તાની ચોરી કરાઇ હતી. જેને ત્વરિત કાર્યવાહી કરી ગાંધીગ્રામ પોલીસે તસ્કર અને તેના સગીર પુત્રને ઝડપી લઇ તમામ મુદ્દામાલ રિકવર કર્યેા હતો.
ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગર ૪(ક)માં રહેતા ૩૮ વર્ષીય વેપારી મોહિતભાઈ ધીભાઇ ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને ગાંધીગ્રામ લાખના બંગલાવાળા રોડ ઓર્ડર સમર્પણ કોમ્લેક્ષમાં પહેલા માળે ઈશ્વર મોબાઇલ નામની દુકાન છે. ગઇ તા.૧૬૦૭૨૦૨૬ના રોજ તે બપોરના ત્રણ વાગ્યે દુકાનના સેકશનવાળા કાચના દરવાજાને લોક કરીને જમવા ગયા હતા. જમીને સાડા ચાર વાગ્યે પરત આવતા દુકાનનો સેકશનવાળો કાચનો દરવાજો જે લોક કર્યેા હતો તે દરવાજાનો કાચ તુટેલ જોવા મળ્યો હતો. દરવાજાની બહાર એક હથોડી પડી હતી. બાદ દુકાનમાં તપાસ કરતા વીવો કંપનીનો વી–૭૦ મોબાઈલ, ડેટા કેબલ અને એડેપ્ટર મળી કુલ કિં.૪૫,૫૦૦ ની ચોરી થઇ ગયાની જાણ થતાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવને લઇ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એચ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી. ગોહિલની ટીમ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ગઢવી, રોહિતદાન ગઢવી, શબ્બીરખાન મલેકને મળેલી ચોક્કસ હકીકતના આધારે તસ્કર પિતા અનિલભાઈ રામાભાઇ રાઠોડ(ઉ.વ. ૨૪ રહે. સોમનાથ પેટ્રોલ પપં સામે, માધાપર ચોકડી, રાજકોટ મૂળ રહે. દેવીપૂજલ વાસ, શંખેશ્વર, પાટણ) અને તેના સગીર પુત્રને દબોચી ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application