BREAKING NEWS

જામજોધપુર પોલીસે 2 વર્ષથી ફરાર સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યો

  • April 08, 2026 09:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુર પોલીસે 2 વર્ષથી ફરાર સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યો.


ચૂંટણી પૂર્વે ચાલી રહેલી ખાસ ડ્રાઈવ દરમિયાન કાર્યવાહી, રાજકોટ કોર્ટના કેસમાં ફરાર હતો આરોપી.

જામજોધપુર પોલીસે છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા સજા વોરંટના આરોપીને ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે. આ કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવેલી ખાસ ડ્રાઈવ હેઠળ કરવામાં આવી હતી.


જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાબેન દ્વારા પણ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.


આ માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.બી. ચૌહાણના નેતૃત્વમાં પોલીસ ટીમ કાર્યરત હતી. દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી કે રાજકોટ કોર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ હેઠળ સજા વોરંટ ધરાવતા આરોપી જામજોધપુરના બાલવા ફાટક નજીક હાજર છે.


આ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી ચંદ્રેશભાઈ રાજેશભાઈ ગોહીલ (ઉ.વ. ૩૭, રહેવાસી દોઢીયા વાડી, જામજોધપુર)ને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલના હવાલે કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News