BREAKING NEWS

જામનગર નજીકના દરીયાઇ કાંઠા વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલીંગ

  • May 13, 2026 12:05 PM 
  

જામનગર નજીકના દરીયાઇ કાંઠા વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલીંગ

શંકાસ્પદ ઈસમો-બોટ, ફિશ લેન્ડિંગ પોઇન્ટ, વાઈટલ એરિયા, અવવારૂ જગ્યાઓ ખાતે ચેકિંગ

જામનગર સૌથી મોટો દરીયાઇ કાંઠો ધરાવે છે અને સુરક્ષાની દ્રષ્ટીએ સંવેદનશીલ ગણાય છે, સમયાંતરે મરીન ટાસ્ક ફોર્સ, મરીન પોલીસ સહિતની જુદી જુદી ટુકડીઓ દ્વારા સધન ચેકીંગ કાર્યવાહી, અવેરનેશના કાર્યક્રમ અને વર્ષમાં બે વાર સાગર સુરક્ષા અભિયાન કરવામાં આવે છે. તાજતેરની કાર્યવાહી બાદ ગઇકાલે મરીન ટાસ્ક ફોર્સ સહિતની ટુકડીઓ દ્વારા જામનગર નજીકના દરીયાઇ કાંઠાના વિસ્તારોમાં પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવ્યુ હતું.

હાલમાં વેસ્ટ એશિયામાં ઉપસ્થિત થયેલ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાન રાખતા દરિયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવા અતિ આવશ્યક હોય તેમજ જ્યારે કોઇપણ આતંકવાદી ઘટના બને છે ત્યારે તે સમયગાળો કટોકટીપૂર્ણ અને અગત્યનો હોય છે. તેજ પ્રમાણે આતંકવાદી ઘટના તુરંત બાદનો સમયગાળો હાઇ એલર્ટનો સમય હોઇ અગત્યનો હોય છે. ઉપરોક્ત બંને સમયગાળાઓ કરતાં પણ વધુ અગત્યનો સમયગાળો હાઇ એલર્ટ બાદ થાળે પડેલ અને નોર્મલ બનેલ પરિસ્થિતિ દરમિયાનનો હોય છે. કારણ કે, આ સમયગાળામાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો ઉપર મુજબના કટોકટીપૂર્ણ સમયગાળાઓમાંથી પસાર થવું પડતું નથી. 

જેથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ રાષ્ટ્ર વિરોધી, ગેરકાયદેસર, અસામાજીક, આતંકવાદી અને દેશદ્રોહી પ્રવુતિઓ રોકવાના હેતુથી દરિયાઇ સુરક્ષાને વધુ મજબુત બનાવવા સારૂ જામનગર જીલ્લાના એરફોર્સ રેન્જ, સરમત, રસૂલનગર, સિક્કા જેટી, સોલ્ટ ગેટ દરિયાઈ વિસ્તારના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા સર તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ.મુનિયા સર તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમાર સરના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પો.ઈ. ધરમવીર  આર. યાદવ તથા પો.સ.ઇ. જી.એમ.બોપલિયા, પો.સ.ઈ. ડી.એચ.જાડેજા તેમજ તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે તારીખ  ૧૨/૦૫/૨૦૨૬ના રોજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ બોટ, ફિશ લેન્ડિંગ પોઇન્ટ/ ફિશિંગ સેન્ટર, વાઈટલ એરિયા, અવવારૂ જગ્યાઓની ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application