BREAKING NEWS

જામનગરના તમામ મોલ ,મલ્ટિપ્લેક્સ, શાળા કોલેજ સહિતમાં ફાયર એનઓસી મેળવી લેવા સૂચના

  • May 06, 2026 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના તમામ મોલ ,મલ્ટિપ્લેક્સ, શાળા કોલેજ સહિતમાં ફાયર એનઓસી મેળવી લેવા સૂચના

૫૦ થી વધુ લોકો જયાં ભેગા થતા હોય ત્યાં બિલ્ડીંગના માલિકને એનઓસી લેવું ફરજીયાત

જામનગર મહાનગરપાલિકા તેમજ જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (જાડા) ના હદ વિસ્તારમાં આવેલ તમામ મોલ, મલ્ટિપ્લેક્સ, હોસ્પિટલો, શાળા-કોલેજો, હોટેલ-રેસ્ટોરન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, રેસીડેન્સિયલ કોમ્પ્લેક્સ પેટ્રોલપંપ, ગેસ ગોદામ તેમજ ગેસ ફિલિંગ સ્ટેશન, સળગી ઉઠે તેવી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય તેવા બિલ્ડીંગો તથા અન્ય એવી તમામ ઓક્યુપેન્સી જ્યાં ૫૦ થી વધુ લોકો ભેગા થતા હોય તેવા બિલ્ડિંગના માલિકા,ઓક્યુપાયર્સને જાહેર જાણ કરવામાં આવે છે.

ગુજરાત ફાયર સેફટી મેજર એકટ તથા તેના હેઠળના નિયમો મુજબ તમામ સંબંધિત એકમો માટે ફાયર સેફટી સર્ટિફિકેટ (એનઓસી) મેળવવું તથા સમયમર્યાદામાં તેનું રિન્યુઅલ કરાવવું ફરજિયાત છે. જે એકમોએ હજી સુધી સર્ટિફિકેટ મેળવેલ નથી અથવા રિન્યુઅલ બાકી છે, તેઓએ તાત્કાલિક કાર્યવાહી કરી લેવી. અન્યથા લાગુ નિયમો મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ માં જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ ની કલમ-૨૫૩ તથા ૨૫૪ મુજબ તમામ બાંધકામ કરનાર આસામીઓએ બાંધકામ અંગેની વિકાસ પરવાનગી અને વપરાશ પરવાનગી મેળવવી પણ ફરજીયાત છે. હાલે ગુડા-ર૦રર (ઈમ્પેકટ એકટ) હેઠળ અરજી કરવાની સમય મર્યાદા સરકાર તા. ૧૬/૬/૨૬  સુધી વધારવામાં આવેલ છે. આથી ઉપરોકત દર્શાવેલ બાંધકામો પૈકી જો કોઈ બાંધકામોએ ધોરણસરની વિકાસ કે વપરાશ પરવાનગી મેળવેલ ન હોય, તો તુરંત જ આ કાયદાને આધિન અરજદાર થઈ મંજુરી મેળવી લેવા જાણ કરવામાં આવે છે. આ ઉપરાંત તમામ ને  જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવે છે.

બિલ્ડિંગમાં સ્થાપિત તમામ ફાયર સેફટી સિસ્ટમ અને સાધનો કાર્યરત છે. તેની નિયમિત ચકાસણી કરવી તથા સમયાંતરે મેન્ટેનન્સ કરાવવું, ઉનાળાની સીઝનમાં આગનના મોટાભાગના બનાવ ઇલેકિટ્રકલ કારણોસર થતા હોઈ, બિલ્ડિંગની ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ઉપકરણોનું સરકાર માન્ય કોન્ટ્રાકટર દ્વારા ઓડિટ કરાવવું. એસી યુનિટ્સ સતત પૂર્ણ ક્ષમતા પર ચલાવવાના બદલે યોગ્ય ગેપ સાથે ચલાવવા તથા સમયસર સર્વિસિંગ કરાવવું, ઈમરજન્સી દરમિયાન સલામત બહાર નીકળવા માટે સ્ટેરકેસ તથા ઈવેક્યુએશન રૂટ હંમેશા ખુલ્લા અને અવરોધમુક્ત રાખવા. આ રૂટમાં કોઈપણ પ્રકારના સામાન, ગ્રીલ, ઇલેક્ટ્રિકલ બોર્ડ કે એસી આઉટડોર યુનિટ સ્થાપિત ન કરવા.

બિલ્ડિંગના બેઝમેન્ટ, પાર્કિંગ અથવા અન્ય જગ્યાએ બિનજરૂરી કચરો, ફર્નિચર, કાર્ડબોર્ડ વગેરે સંગ્રહ ન કરવા. ભંગાર સંગ્રહ કરતી જગ્યાઓનાએ ખાસ આગ સુરક્ષા પગલાં લેવાં અને જોખમકારક સંગ્રહ ટાળવો, લગ્ન, ઇવેન્ટ અથવા અન્ય પ્રસંગો માટે ઉભા કરવામાં આવતા ટેમ્પરરી સ્ટ્રક્ચ, મંડપમાં તમામ બાજુઓથી પૂરતા ઈમરજન્સી એકિઝટ રાખવા તથા જરૂરી ફાયર સેફટી સાધનો (ફાયર એકિસ્ટંગ્યુઇશર વગેરે) કાર્યરત સ્થિતિમાં રાખવા અનિવાર્ય રહેશે જેથી આપાતકાળમાં તેનો તાત્કાલિક ઉપયોગ થઈ શકે.

આ તમામ સૂચનાઓનો કડકપણે અમલ કરવો. કોઈપણ પ્રકાર ની બેદરકારી જણાય તો લાગુ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ જાહેર નોટિસની સૂચનાને અવગણીને જો કોઈ ફાયરના સાધનો અને  એનઓસી ની કાર્યવાહી નહિ કરે અને જો કોઈ અનિચ્છિય બનાવ બનશે તો તેની બધી જ જવાબદારી જે-તે જગ્યાના ઉપયોગકર્તા તેમજ માલિકની રહેશે જેની આથી સખત તાકીદ કરવામાં આવે છે.

આ નોટિસકાયદાનું ચુસ્તપણે પાલન કરવા માટે તથા સામાન્ય જનહિતમાં જાહેર કરવામાં આવે છે.તેમ મ્યુનિસિપલ કમિશનર (જામનગર મહાનગરપાલિકા) ની યાદી માં.જણાવાયું છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News