BREAKING NEWS

કાનાલુસ ગામમાં અગાઉના મન- દુ:ખના કારણે યુવાનને માર માર્યો

  • April 07, 2026 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​કાનાલુસ ગામમાં અગાઉના મન-દુ:ખના કારણે યુવાનને માર માર્યો

લાલપુરના કાનાલુસ ગામમાં યુવાનને ઢીકાપાટુનો માર મારીને પથ્થર વડે કપાળમાં ઇજા પહોચાડયાની ત્રણ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.

લાલપુર તાલુકાના કાનાલુસ ગામ પાણીના ટાંકા પાસે રહેતા કૃષ્ણસિંહ ઉર્ફે કિશન ભરતભાઇ કરછવા (ઉ.વ.૩૧)ના ઘરે તેમના દાદીમાં મરણ ગયેલ હોય ત્યારે તેમના પરિવારના સભ્યો ઘરે ભેગા થઇને ક્રિયા કરવાનું નકકી કરતા હતા દરમ્યાનમાં ફરીયાદીએ અગાઉ યુવતિને ભગાડીને લઇ ગયેલ હોય જેથી ફરીયાદીને મોઢુ દેખાડવાની ના પાડેલ હોય તેમ છતા ફરીયાદ સામે આવતા તેનો ખાર રાખીને આરોપીઓએ ફરીયાદીની માતા તથા ફરીયાદીને અપશબ્દો બોલી ત્રણેય આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને એક આરોપીએ પથ્થર વડે હુમલો કરી ફરીયાદીને કપાળની સાઇડના ભાગે ઇજા પહોચાડી હતી. 

આ બનાવ અંગે કૃષ્ણસિંહ દ્વારા મેઘપર પોલીસમાં સુનિલ દિલીપ કરછવા, પિયુષ ઉર્ફે પિલો દિલીપી કરછવા તથા કાજલબેન દિલીપભાઇની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News