જામનગરમાં રેસકોર્સની યાદ આપતી ઘોડા રેસ: મસીતીયામાં ઉર્ષ નિમિત્તે યોજાયો પરંપરાગત કાર્યક્રમ: લોકો ઉમટ્યા.
જામનગર તાલુકા ના કોમી એકતાના પ્રતીક એવા મસીતીયા ગામે ’હઝરત પીર કમરૂદીનશાહ બાબા’ ના ઉર્ષ નિમિત્તે શનિવારે પરંપરાગત ઘોડા રેસ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સૌરાષ્ટ્રભરના ૩૦ થી જાતવંત ઘોડા સાથે ઘોડાસવારોએ અદ્દભૂત ઘોડા ની રેસના ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. અત્રે નોંધનિય છે કે, મસીતીયા ગામની વસતી મુસ્લીમોની હોવા છતાં પણ આ બે દિવસીય ઉર્ષ નિમિત્તે રાત્રે કવાલી નો શાનદાર કાર્યક્રમ તથા આમનિયાઝ પણ આયોજન કરવામાં આવેલ હોય છે. ત્યારબાદ બીજા દિવસે સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તથા હિન્દુ સમાજના લોકો આ ઉર્ષ પ્રસંગ મસીતીયા ગામ આવીને કોમી એખલાસનું જીવતું જાગતું ઉદાહરણ પુરૂ પાડે છે. સામન્ય રીતે કોઈપણ સ્પર્ધા હોય ત્યારે હંમેશા રોક્ડ રકમ કે અન્ય કોઇપણ પુરસ્કારો આપવામાં આવતા હોય છે. પરંતુ મસીતીયા ગામની આ પરંપરાગત ઘોડા રેસમાં વિજેતા થનાર ઘોડાસવારને પુરસ્કારરૂપે પાઘડી પહેરાવવામાં આવે છે, અને મોભાદાર પાઘડી પહેરવા દર વર્ષે જાતવંત ઘોડા સાથે ઘોડાસવારો હોશભેર જોડાતા હોય છે. આ વર્ષ પણ અદભૂત માહોલ વચ્ચે ૩૦ થી વધુ ઘોડેસવારની પરંપરાગત રેસ જોવા માટે લોકો મોટી સંખ્યામાં સામેલ થયા હતા. આ વર્ષની ઘોડા રેસમાં હાજી અયુબભાઇ ખફી નો ’જલાલી ૧૬૧૬’ ઘોડો પ્રથમ નંબરે આવ્યો હતો, અને ઊંટ ગાડી ની રેસમાં અશરફ અલ્તાફ ખફી નો ઊંટ પ્રથમ ક્રમે આવ્યો હતો. ત્યારબાદ, મસીતિયા ગામ ના સરપંચ કારાભાઇ ખફી તરફ થી વિજેતાને પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પંચકોષી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.જે.રાઠોડ સહિત સમગ્ર સ્ટાફ દ્વારા આ રેસ દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ તકે મસીતિયા ગામે હઝરત પીર કમરૂદ્દીનશાહ બાબા ઉર્ષ કમિટીના યુવાનોએ જહેમત ઉઠાવીને સારી કામગીરી કરી હતી. મસિતીયા ગામના સરપંચ કારાભાઇ ખફી તેમજ અન્ય આગેવાનો હાજી કાસમભાઇ ખફી, પૂર્વ સરપંચ ગફારભાઇ ખફી (પૂર્વ સરપંચ), અલતાફભાઇ ખફી, જાવિદ કાસમભાઇ ખફી, આરીફ પટાણી સહિતના યૂવાનોએ ખડે પગે રહીને આ ઉર્ષમાં પરંપરાગત ઘોડા રેસને સફળ બનાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application