જામનગરમાં રવિવારે હેરિટેજ વોક વીથ કવીઝ
વર્લ્ડ હેરિટેજ ડે તા. ૧૮ એપ્રિલની ઉજવણીના ભાગરૂપે પરિભ્રમણ અને એસેન્ટ્રક એડવેન્ચર્સના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૯.૦૪.૨૦૨૬ને રવિવારના રોજ જામનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત અને તે અંગે માહિતી આપવા માટે હેરિટેજ વોક વીથ કવીઝનું વિનામૂલ્યે સવારે ૦૭:૩૦ વાગ્યેથી ભુજીયા કોઠા પેટ્રોલ પંપ સામે, જામનગર.ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં દરેક સ્થળ પર પ્રશ્ન પૂછવામાં આવશે અને સાચો જવાબ આપનાર વિજેતાને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે.
આ હેરિટેજ વોક ખંભાળિયા ગેઈટ થી શરૂ કરીને ભુજીયા કોઠા સુધી રાખવામાં આવેલ છે. હેરિટેજ વોકમાં જોડાવા માટે ઉંમરનો કોઈ બાધ નથી, નાના-મોટા સૌ કોઈ ભાગ લઈ શકશે. વિશેષ માહિતી માટે કિરીટભાઈ શાહ ૯૪૨૬૯ ૧૬૬૮૧ ની યાદીમાં જણાવાયું છે.