ભાણવડમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
પુજન-અર્ચન, આરતી, શોભાયાત્રા સહિતનાં વિવિધ કાર્યક્રમો યોજાયા
ભાણવડમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતી ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી હતી. આ અવસરે પૂજન, આરતી, શોભાયાત્રા અને સમૂહ ભોજન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરશુરામ જયંતી નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સર્કિટ હાઉસ પાસે આવેલા પ્રાચીન મહાદેવ મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને પપરશુરામ દાદાની જયથના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ શોભાયાત્રા બસ સ્ટેશન રોડ, ખોડિયાર ચોક,આઝાદ ચોક,ગાંધી ચોક,રણજીત પરા સહિતના વિવિધ માર્ગો પર ફરી હતી, જ્યાં વછરાજ દાદા મંદિર પાસે પણ ભક્તોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સમગ્ર માર્ગ ભક્તિમય બની ગયો હતો. શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ ભગવાન પરશુરામ દાદાની મહા આરતી કરવામાં આવી હતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને આર.એસ.એસ. સહિતની વિવિધ સંસ્થાઓએ સેવા આપી હતી. જેમાં ઠંડી છાસ અને સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.