જામનગરમાં ભગવાન પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી: શોભાયાત્રા અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા
સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા ગઇકાલે આરાઘ્ય દેવ ભગવાન પરશુરામ જન્મજયંતિ નિમિતે સવારે પુજન કરાયા બાદ સાંજે ૫ વાગ્યે બાલાહનુમાન મંદિરેથી એક વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે શહેરનાં મુખ્ય માર્ગો પર ફરીને પંચેશ્ર્વર ટાવર પાસે પહોંચી હતી. આ શોભાયાત્રામાં ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ આશિષ જોષી, વડોદરાના સાંસદ હેમાંગ જોશી, ડો. વિજય સાતા, ડો. નીતાબેન સાતા, ડો. શિવાની ભટ્ટ, ડો. દિપ્તીબેન વ્યાસ, જિલ્લા મહિલા પ્રમુખ મનીષાબેન સુંબડ, વૈશાલી જોશી, જાગૃતિબેન ત્રિવેદી, મિનાક્ષીબેન જયોતિષી, હિરેન કનૈયા, જસ્મીન ધોળકીયા સહિતના અનેક અગ્રણીઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા. યાત્રામાં ૧૭ ફલોટસ જોડાયા હતા અને માર્ગમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો.