BREAKING NEWS

જામનગર: રણમલ તળાવના ગેઇટ નં.૧ના પાર્કિંગમાં સોમવારે ગોરમાની મુર્તિ સ્વીકારાશે

  • June 12, 2026 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: રણમલ તળાવના ગેઇટ નં.૧ના પાર્કિંગમાં સોમવારે ગોરમાની મુર્તિ સ્વીકારાશે

તા. ૧૫ના પુરૂસોતમ માસની પુર્ણાહુતિ નિમિતે વનવિભાગ દ્વારા તમામ મંડળના બહેનોને તુલસીજીના રોપા આપશે

પુરૂષોતમ માસ તા.૧૫ના રોજ પુરો થઇ રહ્યો છે ત્યારે રણમલ તળાવના ગેઇટ નં.૧ના પાર્કિંગમાં તે દિવસે ગોરમાની મુર્તિ સ્વીકારવામાં આવશે અને એક જ જગ્યાએ પધરામણી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે મુર્તિનું તળાવમાં વિસર્જન ન કરવા જણાવાયું છે. અને મુર્તિ સોંપનારા મંડળોને તુલસીજીનો રોપ અપાશે. તળાવમાં પ્રદુષણને નિવારવા આ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં પુરૂષોતમજી મંદિર, માધવરાયજી મંદિર, ચૌહાણ ફળી, સત્યનારાયણ મંદિર વગેરે વિસ્તારમાં બહેનો દ્વારા ગોરમા પુજવામાં આવે છે. તા.૧૫ના રોજ છેલ્લો દિવસ હોય, સાંજે ૪ થી ૯ દરમ્યાન શહેરના મોટા ભાગના સત્સંગ મંડળો દ્વારા ગોરમાના વિસર્જન માટે મુર્તિઓ પધરાવવામાં આવે છે.

તળાવમાં કોઇપણ પ્રકારનું પ્રદુષણ ન થાય તે માટે આ તમામ મુર્તિઓને સ્વીકારવામાં આવશે, લોકોએ અન્ય કોઇ સ્થળોએ મુર્તિ પધરાવવાના બદલે ગોરમાની મુર્તિ અહીં આપવા અનુરોધ કર્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application