મોડપર આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓ માટે વિના મૂલ્યે કેમ્પ યોજાયો

  • May 26, 2023 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણ અટકાવવા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આરોગ્ય સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. આ સંકલ્પને સિદ્ધ કરવા ભાણવડ તાલુકાના મોડપર ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. પ્રકાશ ચાંડેગ્રાના આયોજન અને આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નિખિલ વારોતરિયાના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના સગર્ભા મહિલાઓ માટે શારીરિક તાપસના હેતુથી અહીંની ક્રિશા હોસ્પિટલના ડો. ભરત ગઢવી દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવી હતી.


જેમાં મોડપર અને આજુ-બાજુના ગામોની ૫૨ જેટલી સગર્ભા મહિલાઓની આરોગ્ય તાપસમાં તેઓનું વજન, ઊંચાઈ, લોહીની ટકાવારી, બ્લેક પ્રેસર વિગેરે જેવા રિપોર્ટ્સ કરી, દવાઓ આપવામાં આવી હતી.


આ સાથે જરૂરિયાતવાળા બહેનોને લોહીની ટકાવારી માટે આયર્ન સુક્રોઝના બાટલા ચડાવી સારવાર આપવામાં આવી હતી. મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ દ્વારા જહેમત અને સહયોગથી આ કેમ્પ સફળ બની રહ્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application