BREAKING NEWS

જામનગરમાં સસ્તામાં ક્રિપ્ટો કરન્સીના બહાને ૪૪.૫૦ લાખની કરાઇ છેતરપીંડી

  • March 28, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સસ્તામાં ક્રિપ્ટો કરન્સીના બહાને ૪૪.૫૦ લાખની કરાઇ છેતરપીંડી 

ખાનગી બેન્કના ડે. મેનેજર પાસેથી ખોટી ઓળખ આપીને નાણા ખંખેરી લીધા

જામનગરમાં સાયબર ફ્રોડના બનાવો દિવસે દિવસે વધી રહયા છે ઉપરાંત એકના ડબલ, કમિશન અને લાલચના કારણે છેતરપીંડીનો ભોગ બનનારાઓની સંખ્યા પણ વધી રહી છે, તાજેતરમાં થયેલી ઠગાઇ, વિશ્ર્વાસઘાતની ફરીયાદોમાં તપાસ ચલાવવામાં આવી રહી છે દરમ્યાનમાં ખાનગી બેન્કના ડે. મેનેજર સાથે ૪૪.૫૦ લાખની છેતરપીંડી થયાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે. જેમાં ક્રિપ્ટો કરન્સી સસ્તામાં આપવા ફરીયાદીને વિશ્ર્વાસમાં લઇ અને રકમ ટ્રાન્સફર કરી લેવામાં આવી છે જેમાં ખોટા નામની ઓળખ આપનાર શખ્સ સામે ફરીયાદ નોંધાવવામાં આવતા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.

જામનગરના પટેલ કોલોની ૯/૨, સ્વરૂપ એવન્યુ બી વીંગ ખાતે રહેતા અને પાર્ક કોલોની વિસ્તારમાં આવેલી ખાનગી બેન્કમાં ડે. મેનેજર તરીકે નોકરી કરતા તેજસ પ્રવિણભાઇ પટેલ (ઉ.વ.૪૦) નામના યુવાને પંચકોશી-બીમાં ગઇકાલે આનંદ લીલાભાઇ મોઢવાડીયા તથા તપાસમાં જે નામ ખુલે તેની સામે બીએનએસ કલમ ૩૧૮(૪), ૬૧(૨), ૩૧૯(૨) મુજબ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ પંચ-બીના પીઆઇ વી.જે. રાઠોડ ચલાવી રહયા છે.  

ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી તેજસભાઇને આરોપીએ પુર્વ આયોજીત કાવતરૂ રચીને માર્કેટ રેઇટ કરતા સસ્તા ભાવમાં યુએસડીટી (ક્રિપ્ટો કરન્સી) ટ્રાન્સફર કરી આપવાનુ કહી ફરીયાદી તથા સાહેદોને ખોટા નામની ઓળખ આપીને તેજસભાઇ પાસેથી રૂ. ૪૪.૫૦ લાખ લઇ ફરીયાદીને ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરી નહી આપી છેતરપીંડી આચરી હતી. 

વધુમાં જાણવા મળ્યા મુજબ ફરીયાદી તેજસભાઇ પટેલ બેન્કમાં નોકરી કરતા હોય ત્યારે તેમની પાસે ગોલ્ડ લોન કરાવવા માટે અવાર નવાર નવાઝ સુમરીયા આવતો હતો જે તેમનો મિત્ર થઇ ગયેલ અને ઘણા સમયથી ઓળખાણ હતી અને ક્રિપ્ટો કરન્સી બાબતે અંદાજે દોઢ વર્ષ પહેલા વાત થઇ હતી, એ પછી તેણે તેમના મિત્ર વસીમને ઓળખીતા એક ભાઇ યુએસડીટી - ક્રિપ્ટો કરન્સી સસ્તામાં આપે છે રોકાણ કરવુ હોય તો આગળ વાત કરીએ તેમ જણાવ્યુ હતું અને ફોન કરવામાં આવ્યો હતો.

એ પછી વસીમે હું જયા ગાડી ખાલી કરવા જાઉ છુ તે શેઠ તુષારભાઇ શાહને બ્રાસ ક્ધટેનરનું પેમેન્ટ ક્રિપ્ટો કરન્સીમાં આવે છે કોઇ ગ્રાહક હોય તો કહેજો માર્કેટ રેટ કરતા સસ્તામાં ક્રિપ્ટો કરન્સી વેચી નાખવા છે હાલ રૂપીયાની જરૂર છે આવી વાત કરી હતી. ૮૯ રૂપીયાનો એક યુએસડીટી લેખે કમિશન રાખી વાતચીત આગળ વધારી હતી એ પછી ૧૦૦ યુએસડીટી ટ્રાન્સફર કરાવીને વિશ્ર્વાસમાં લીધા હતા ત્યાર બાદ કટકે કટકે ફેબ્રુઆરી મહિનામાં રકમ ટ્રાન્સફર કરી આપેલ હતી. 

એ પછી ખંભાળીયા બાયપાસ ટી પોસ્ટ પાસે મળ્યા હતા અને તુષારભાઇને અમારી ગાડીમાં રૂપીયા હતા તે ૪૪.૫૦ લાખ ગણાવ્યા હતા અને તેમણે કહેલ કે રૂપીયા જોઇ લીધા હાલ મારે જોતા નથી હું તમને ક્રિપ્ટો ટ્રાન્સફર કરૂ ત્યારબાદ આપી દેજો એ પછી હજુ સુધી કોઇ ટ્રાન્જેકશન થયેલ નથી તેમ કહેતા હાલ સર્વર ડાઉન છે અને એકબીજાએ કોન્ફરન્સમાં આ મામલે વાત કરી હતી.

એ પછી તુષારનો મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયેલ અને કઇક શંકા જતા અને રૂપીયા પરત મેળવવા ફરીથી કોન્ટેક કરવા જતા ફરીયાદીને જાણ થયેલ કે ખરેખર તુષાર શાહ નામની કોઇ વ્યકિત નથી, આ તુષાર શાહ નામનો વ્યકિત હકીકતે આનંદ લીલા મોઢવાડીયા જામનગરવાળો છે. આનંદે પહેલાથી પ્લાન કરી વિશ્ર્વાસમાં લઇ ખોટા નામની ઓળખ આપીને ફરીયાદી પાસેથી રૂપીયા પડાવી લઇ ક્રિપ્ટો ટ્રાન્સફર નહી કરીને છેતરપીંડી આચરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News