BREAKING NEWS

જામનગર : ગોરધનપરની સીમમાં પાના ટીંચતા ચાર શખ્સ ગીરફતાર

  • April 18, 2026 04:52 PM 

જામનગર : ગોરધનપરની સીમમાં પાના ટીંચતા ચાર શખ્સ ગીરફતાર


એલસીબીના દરોડામાં રોકડ, વાહન સહિત ૧.૨૩ લાખનો મુદામાલ કબ્જે


જામનગરની ભાગોળે આવેલ ગોરધનપરની સીમમાં ગંજીપતા વડે જુગાર રમતા ચાર શખ્સોને કુલ ૧.૨૩ લાખના મુદામાલ સાથે એલસીબીની ટુકડીએ દબોચી લીધા હતા. 


જામનગર એલસીબી પીઆઇ ચૌધરીની સુચનાથી સ્ટાફ પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે જામનગર તાલુકાના ગોરધનપર ગામની કેવડાપાટ સીમ વિસ્તારમાં કેટલાક શખ્સો ગંજીપતા વડે જુગાર રમે છે.


આથી દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા ગોરધનપરના સોનનગરીમાં રહેતા રાહુલ રાજુ પરમાર, ભાણવડના મોરઝર ગામના ઉમંગ પ્રવિણ પરમાર, લાખાબાવળ પાટીયે નિસ્કામ ફાર્મમાં રહેતા કૌશીક રમેશ સદાદીયા અને ગોરધનપરમાં રહેતા દેવજી વશરામ સીતાપરા નામના શખ્સોને પકડી લીધા હતા તેમની પાસેથી ૮૪૨૦ની રોકડ, ૩ મોબાઇલ, ૨ મોટરસાયકલ મળી કુલ ૧.૨૩.૪૨૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News