BREAKING NEWS

જામખંભાળિયા, ભાણવડમાં વિદેશી દારૂ સાથે ચાર ઝડપાયા

  • April 24, 2026 07:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામખંભાળિયા, ભાણવડમાં વિદેશી દારૂ સાથે ચાર ઝડપાયા


સ્વીફટ કાર અને બોટલો મળી પોણા બે લાખનો મુદામાલ કબ્જે


ભાણવડમાં આવેલી વ્યાયામ શાળા પાસેથી પોલીસે સ્વિફ્ટ મોટરકારમાં વિદેશી દારૂની એક બોટલ સાથે મનોજ પ્રેમજીભાઈ લીંબડને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧,૫૧,૧૧૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અન્ય એક પ્રકરણમાં નગરપાલિકા પાસે આવેલા એક પેટ્રોલ પંપ નજીકથી કરણ કાનાભાઈ ઓડેદરા અને જયદીપ કાનાભાઈ ઓડેદરાને પોલીસે ૩,૬૦૦ ની કિંમતની વિદેશી દારૂની ચાર બોટલ સહિત કુલ ૨૮, ૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.


ખંભાળિયા પોલીસની કાર્યવાહીમાં શક્તિનગર વિસ્તારના રહીશ યોગેશ મેરગભાઈ ધ્રાંગુ નામના ૨૬ વર્ષના શખ્સને પોલીસે ૨૮૫૦ની કિંમતને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application