કલ્યાણપુર પંથકમાં બે સ્થળોએથી વિદેશી દારૂ મળી આવ્યો
૧૦૫ બોટલ કબ્જે લઇ શખ્સની અટકાયત
કલ્યાણપુર તાલુકાના જામ ગઢકા ગામે રહેતા હરદીપસિંહ ઉર્ફ હરુભા દિલીપસિંહ જાડેજા નામના ૨૮ વર્ષના ગરાસિયા શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે ૧૮,૪૮૦ ની કિંમતની વિદેશી દારૂની નાની ૭૦ બોટલ તેમજ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા રામ અરજણ કંડોરીયા નામના ૪૩ વર્ષના શખ્સના કબજામાંથી રૂ. ૯,૨૪૦ ની કિંમતની વિદેશી દારૂની ૩૫ બોટલ કબ્જે લઈ, પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી કલ્યાણપુરના પી.આઈ. આર.એન. હાથલીયા, પી.એસ.આઈ. એમ.આર. સવસેટા, નારણભાઈ દેથરીયા, નિલેશભાઈ ગોજીયા, રામભાઈ ચંદ્રાવાડીયા અને રાજશીભાઈ ભાટિયા દ્વારા કરવામાં આવી હતી.