ભાણવડ પંથકમાં ૨૪ કલાકમાં બીજી વખત મહાકાય મગર પકડાઇ છે, ગઇકાલે ભોમીયાવદર વિસ્તારમાંથી ૯ ફુટ લાંબી અને ૧૭ વર્ષની મહાકાય મગરનો વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયુ હતું, ત્યારબાદ ભાણવડના જ વાનાવડમાં એનીમલ લવર્સ અને વન વિભાગના સંયુકત ઓપરેશન દ્વારા વધુ એક ૭ ફુટ લાંબો મહાકાય મગર પકડીને સુરક્ષીત સ્થળે મુકત કરાયુ હતું.