BREAKING NEWS

જામનગરના જીએસટી કૌભાંડમાં પિતા-પુત્રની ધરપકડ: મોટા ધડાકાની સંભાવના

  • June 23, 2026 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના જીએસટી કૌભાંડમાં પિતા-પુત્રની ધરપકડ: મોટા ધડાકાની સંભાવના

ઉદ્યોગકારોમાં ફફડાટ: હજુ કેટલાકની અટકાયત થવાની સંભાવના

દરેડમાં જીઆઇડસી ફેસ-૩ માં એક કંપની દ્વારા જીએસટી કૌભાંડ કરવામાં આવ્યું હોવાની બાતમી મળતા એસજીએસટી વિભાગે તાબડતોબ રેઇડ પાડી માંડોવારા ટ્રેડીંગ કુાં. પર મેગા ઓપરેશાન હાથ ધર્યું હતું, આશરે અલગ અલગ જગ્યાએ ર૦ ટીમો દ્વારા આ ઓપરેશાન શરૂ કરાયા બાદ આખરે રૂ. ર૩.૦૮ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા આયુષ સુરેશચંદ્ર શાહ અને તેના પિતા સુરેશચંદ્ર મુલચંદ શાહની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે જીએસટી વિભાગ દ્વારા દરેડ ફેસ-૩ માં ઉદ્યોગનગરમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, સતત ઓપરેશન કર્યા બાદ ર૦ જેટલી ટીમોએ કાર્યવાહી હાથ ધરીને બ્રાસપાર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક એકમો અને કારખાના અને વેપારી પેઢીઓમાં સઘન સર્વે કરીને રવિવારે પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી.

આર્થિક વ્યવહારો, ખરીદી વેંચાણના રેકોર્ડ, બીલીંગ સિસ્ટમ, ટેકસ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી અને બે વેપારીને ધરપકડ કર્યા બાદ હજુ ૪ થી પ વેપારીની ધરપકડ થાય તેવી સંભાવના હોવાનું સૂત્રોનું કહેવું છે. જીએસટીના અધિકારીઓ દ્વારા આ ઓપરેશાનમાં વિવિધ દસ્તાવેજો, ડીજીટલ રેકર્ડ, બીલીંગ અને નાણાકીય લેવડ દેવડની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ફેસ-૩ માં આવેલ માંડોવારા ટ્રેડીંગ કાું. માંથી વેરા શાખાની ચોરીનું કૌભાંડ ઝડપાયું છે અને આ કૌભાંડ રૂ. ર૩.૦૮ કરોડ હોવાનું જીએસટી વિભાગે જણાવ્યું છે. ગઇકાલે સાંજે પિતા-પુત્રની ધરપકડ  કરાયા બાદ તેઓની આકરી પૂછપરછ કરવામાં આવી હતી અને આ પૂછપરછમાં જો કાંઇ વધુ નીકળશે તો તે તરફ તપાસ લંબાવાઇ તેવી શક્યતાઓ છે.

ગયા વર્ષે પણ જુન મહિનામાં જીએસટી દ્વારા જામનગરની કેટલીક વેપારી સંસ્થાઓ, ઉદ્યોગકામોના એકમોમાં દરોડા પાડવામાં આવ્ય હતા, આ વર્ષે પણ જોગાનુજોગ જુન મહિનામાં બોગસ બીલીંગ, ખોટી વેરા શાખ અને નાણાકીય દસ્તાવેજ અંગે તપાસ કરવામાં આવી છે. કેટલાક શંકાસ્પદ કનેકશનો ખૂલ્યા હોવાનું પણ જાણવા મળે છે. હાલ તો જીએસટીના અધિકારીઓ મૌન સૂઇ રહ્યા છે, કેટલીક કંપનીઓના વ્યવહારો, બેંક ખાતાઓ અને અન્ય જગ્યાએ બીલીંગ અંગેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ પિતા-પુત્રની પૂછપરછ દરમ્યાન કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવે તેવી શક્યતા છે. ટુંકમાં હાલ તો ઉદ્યોગકારોમાં ભારે ફફડાટ મચી ગયો છે. કદાચ સાંજ સુધીમાં વધુ ધરપકડ થાય તેવી વિગતો બહાર આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application