BREAKING NEWS

જામનગરમાં ચૂંટણીનો જંગ ગરમાયો...હવે જોવું રહ્યું કે કોની થશે જીત!

  • April 11, 2026 05:51 PM 

જામનગરમાં ચૂંટણીનો જંગ ગરમાયો...હવે જોવું રહ્યું કે કોની થશે જીત!

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે જંગ જામ્યો છે! સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ પૂર્ણ થતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે.


જામનગરમાં કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બસપા વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે.


ભારતીય જનતા પાર્ટીએ તમામ 64 ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપના ઉમેદવારો ઉત્સાહભેર ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ સમયે સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા સહિત ભાજપના આગેવાનો પણ ઉમેદવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા. અનેક વિસ્તારોમાં ફટાકડા ફોડી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો.


કોંગ્રેસે અત્યાર સુધી માત્ર 18 ઉમેદવારોના નામ સત્તાવાર જાહેર કર્યા છે, જ્યારે બાકી 46 ઉમેદવારોને ટેલિફોનિક મેન્ડેટ આપવામાં આવ્યું છે. પક્ષમાં આંતરિક વિખવાદ ટાળવા આ રણનીતિ અપનાવવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


આમ આદમી પાર્ટી ‘સસ્પેન્સ ગેમ’ સાથે મેદાનમાં ઉતરી છે. AAP64 ઉમેદવારોની ટીમ ઉતારી છે અને અન્ય પક્ષોમાંથી નારાજ નેતાઓને પણ સ્થાન આપ્યું છે. જેના કારણે ભાજપ અને કોંગ્રેસ માટે AAP મોટો પડકાર બની રહી છે.


વોર્ડ નંબર 4 અને 6માં બસપા ઉમેદવારો પણ મેદાનમાં છે. સાથે સાથે અનેક અપક્ષ ઉમેદવારો પણ જંગમાં જોડાયા છે, જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની છે.


હવે તમામની નજર 15 તારીખ પર છે, જ્યારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે જામનગરમાં અંતિમ મુકાબલો કેટલા ઉમેદવારો વચ્ચે થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News