BREAKING NEWS

જામનગરમાં માત્ર ૨૦ રૂપિયા માટે વૃઘ્ધની હત્યા

  • April 21, 2026 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં માત્ર ૨૦ રૂપિયા માટે વૃઘ્ધની હત્યા


છરીથી ગંભીર ઇજા કરતા સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો :  આરોપીને પોલીસે પકડી લઈ જેલહવાલે કર્યો


જામનગર શહેરમાં પાંચ દિવસ પહેલાં માત્ર વીસ રૂપિયાની માંગણીને લઈને હત્યાના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અને ઈજાગ્રસ્ત વૃઘ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં, જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે અગાઉ આરોપીને હત્યા પ્રયાસ કેસમાં પકડીને જેલ હવાલે કરી દીધો હતો, જેમાં હત્યાની કલમનો ઉમેરો કરાયો છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, નવીવાસ વિસ્તારમાં રહેતા રમેશભાઈ નારણભાઈ દતાણી (૫૫), જેઓ ફુટપાથ પર રેકડી ચલાવી જીવન નિર્વાહ કરતા હતા, તેઓ ઉપર આજથી પાંચ દિવસ પહેલાં વહેલી સવારના સમયે હુમલો કરવામાં આવ્યો હતો.


રમેશભાઈ નવીવાસ વિસ્તારના એક મકાનના ઓટલા પર સુતા હતા, ત્યારે આરોપી ઈતિયાઝ ઉર્ફે ભોયો યુનુસભાઈ ગામેતીએ ત્યાં આવી બળજબરીથી  ૨૦ રૂપીયા ની માંગણી કરી હતી. પૈસા આપવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો, અને છરી વડે પેટના ભાગે ત્રણ ઘા મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.


હુમલા બાદ ઈજાગ્રસ્ત રમેશભાઈને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. જામનગરના સીટી એ. ડિવિઝન ના પી. આઈ. વી.એમ. ડોડીયા ના માર્ગદર્શન હેઠળ દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. વી.એમ. ગામેતી અને તેઓની ટીમેં આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે ભોયો ગામેતીને અગાઉ હત્યા પ્રયાસ કેસમાં ઝડપી લીધો હતો, અને હુમલામાં વપરાયેલી છરી કબજે કરી લીધી હતી, અને તેને જેલ હવાલે પણ કરી દેવાયો હતો. દરમિયાન આ બનાવ હત્યામાં પલટાયો હોવાથી તેની સામે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News