જામનગર: બજરંગપુર સીમમાં જુગારના અખાડામાંથી આઠની અટક
વાડીની ઓરડીમાં પોલીસ ત્રાટકી : રોકડ, મોબાઇલ, વાહન મળી ૨.૪૨ લાખનો મુદામાલ જપ્ત
જામનગર તાલુકાના બજરંગપુર સીમમાં એક ઓરડીમાં જુગારનો અખાડો ચાલતો હોય એલસીબીની ટુકડીએ દરોડો પાડીને આઠ શખ્સોને ૫૨ હજારની રોકડ સહિત ૨.૪૨ લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા.
બજરંગપુર સીમમાં વિજય પટેલની વાડીની ઓરડીમાં જુગાર રમાય છે એવી બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો જયાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તિનપતીનો જુગાર રમાડવામાં આવતો હતો પોલીસે દરોડા દરમ્યાન બજરંગપુરના વિજય રામજી ચાંગાણી-પટેલ, ભરતપુરના લાલજી ભીમજી ચાંગાણી, બજરંગપુરના નરેશ ભીખા સદાદીયા, વિજયપુરના શૈલેષ કાનજી દુધાગરા, બજરંગપુરના મનસુખ ધનજી ચાંગાણી, હાલ રાજકોટ મોરબી રોડ ઘનશ્યામ સોસાયટીમાં રહેતા અને મુળ ભરતપુરના જયેન્દ્ર સવજી ચાંગાણી તથા ભરતપુર ગામના કિરણ મગન ભંડેરી નામના શખ્સોને દબોચી લીધા હતા.
દરોડા દરમ્યાન ૫૨.૫૦૦ની રોકડ, ગંજીપતા, ૮ મોબાઇલ અને ૫ મોટરસાયકલ મળી કુલ ૨.૪૨.૫૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને તમામની સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.