મનપસંદ ખાવો-પીઓ, ફીટ એન્ડ ફાઇન રહો.. : ડાયેટ એક્સપર્ટ સીમ્મી ખન્ના

  • March 31, 2023 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ લોકોમાં વજન અને સ્થુળતાનું પ્રમાણ જબરદસ્ત રીતે વધી રહ્યું છે, જે ચોકાવનારી બાબત છે અને વેઇટ લોસ માટેના જટીલ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે જુદા જુદા ડાયેટ એક્સપર્ટ દ્વારા આ નહિં ખાવું, આ નહિં પીવું, ફલાણું તો બીલકુલ ખાવાનું બંધ કરી દયો.. એવી જાત જાતની અને ભાત ભાતની સલાહો અને જુદી જુદી ડાયેટ ટીપ્સ આપીને ફોલો કરવાનું કહેતા હોય છે પરંતુ જામનગરના ડાયેટ એક્સપર્ટ આ બધાથી જરા જુદા તરી આવે છે, અલગ પડે છે, અનોખા અને અદ્દભૂત પરીણામ આપનારા ડાયેટ એકસપર્ટ સીમ્મી ખન્ના તો એમ કહે છે કે ખાવો, પીવો અને ફીટ એન્ડ ફાઇન રહો..!  પ્રથમ દ્રષ્ટીએ પ્રશ્ર્ન થાય કે આ વાત કેવી રીતે શક્ય બને પરંતુ વાત સાચી છે. તેમણે પોતાની રીતે એક અલગ રેસીપીનો ખજાનો તૈયાર કર્યો છે ખાવા પર પ્રતિબંધના બદલે જીવનશૈલીમાં નજીવા ફેરફારો અપનાવો તેમના રેસીપીની ડાયેટ ચાર્ટને ફોલો કરવામાં આવે તો વજન ઘટાડા અને સ્વાસ્થ્યની સ્થિતીમાં આશ્ર્ચર્યજનક પરિણામ મળે છે. 



છેલ્લા ૨૫ વર્ષથી જામનગરમાં સ્થાયી થયેલા, સ્વસ્તીક સોસાયટીમાં રહેતા  મુળ હિમાચલના વતની અને મુંબઇમાં અભ્યાસ કરીને ખૂબ સફળ થયેલા કલીનીક ડાયટીશીયન અને ન્યુટ્રીપ્રેન્યોર (ડાયાબીટીસ એજ્યુકેટર) એલબીએસ-મોનાસ યુનિવર્સીટીના  તજજ્ઞ સીમ્મી ખન્ના ડાયેટ એક્સપર્ટ તરીકે મોટુ નામ ધરાવે છે, જોકે તેઓ પર્સનલ પબ્લીસીટીમાં માનતા નથી, પોતાના કામને વફાદારીથી નીભાવે છે અને લોકોના આરોગ્ય પ્રત્યે સત્તત જાગૃત અને સતર્કતા એ તેમનું સર્જન અને વ્યકિતત્વ છે.


આજકાલ દ્વારા ડાયેટ એક્સપર્ટ સીમ્મી ખન્નાની ખાસ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે જાડા કે પાતળા લોકોમાં પણ અંદરૂની સ્વાસ્થ્યને લગત તકલીફો હોય છે, આથી તેનો અભ્યાસ કર્યા બાદ રીપોર્ટના આધારે આગળની સારવાર અને યોગ્ય ટીપ્સ નક્કી કરવામાં આવે છે, મારી ડીક્સનરીમાં ના શબ્દ નથી, ડાયેટ માટેની દવાઓ આપણા કીચનમાં જ છે, ખાસ કરીને મારે ત્યાં આવતા આ પ્રકારના લોકોની હીસ્ટ્રી જાણવામાં આવે છે, પરિવારની થોડીક વિગતો (જીનેટીક) પણ મેળવાય છે, મેન્ટલી ફોક્સ કરવું પડે છે, ખાવાની પસંદગી-નાપસંદગી પણ જાણવામાં આવે છે અને તેમના બ્લડ રીપોર્ટ જોયા બાદ તેમની લાઇફસ્ટાઇલ કયા પ્રકારની છે અને રીપોર્ટ પછી વજન વધારાનું મુળ કારણ શું છે ? એ બધી વિગતો જાણીને તેના પર એનાલીસીસ કરીને એ પછી તેમની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે.


ઝીણી ઝીણી વસ્તુઓનું ઘ્યાન રાખીને વેઇટ લોસ માટે લોકોની રૂચી અનુસાર મારી પોતાની રેસીપી મુજબ ડાયેટ પ્લાન આપવામાં આવે છે, જેને ફોલો કરતા આગળ પરિણામ મળે છે, જોકે હું કોઇ કલાઇન્ટને આ ખાવ, પેલું છોડી દો એવી માથાકુટમાં પડતી નથી, ખોરાકનો કોઇ પ્રતિબંધ નથી, હા.. મારો ડાયેટ પ્લાન એ રેસીપી મુજબ ચાલે છે અને તેના સારા પરિણામ મળ્યા છે, હાલ મારી પાસે ૫૦ થી વધુ લોકો સારવાર માટેની ટીપ્સ લઇ રહ્યા છે, માત્ર જામનગર કે ગુજરાત નહિં, ભારત અને વિદેશોના પણ આ પ્રકારના લોકો-દર્દી તેમાં સામેલ છે.


ડાયેટ પ્લાન કસ્ટમાઇઝ પર્સનાલાઇન છે, રાત્રે સમયસર સુવાનું રાખવું જોઇએ, વેઇટલોસમાં નંબરમાં ઘ્યાન આપ્યા વિના જે રેસીપીનો ડાયેટ પ્લાન બતાવવામાં આવ્યો હોય તેને ફોલો કરવું તેમજ લોકલ ફુડ પર ફોક્સ કરવાનું કહેવાય છે અને એ પછી ૧૦-૧૫ દિવસે રીપોર્ટ ચેક કરાતા રહે છે, સારી આદતો, કેળવણી અને પોષણ કંટ્રોલથી જીવન લાંબુ કરી શકાય છે, હું કોઇ દવા આપતી નથી તેમજ ખાવા-પીવા પર ખાસ કોઇ પ્રતિબંધ નથી, યોગાથી ફરક પડે છે, માઇન્ડને એનર્જી મળે છે, જોકે યોગા ટ્રેનર સારા હોય તો પરિણામ મળી શકે.. ઓવર વેઇટમાં એક કારણ લેઇટ સુવુ પણ છે, એટલે કે નિંદર પુરે પુરી થવી જરૂરી છે, જેથી કરીને ઉંઘનું સર્કલ બરોબર કામ કરી શકે, બીજા નંબરે એર્ક્સસાઇઝનો રોલ છે. તેમની પાસે આવતા લોકોને તેઓ પુરતી ઉંઘ જરૂરી છે એવું સુચન ચોક્કસ કરે છે, નીંદરના કારણે શરીરને જરૂરી પ્રકારના પ્રોટીન અને આરામ મળી રહેતા માણસ તંદુરસ્ત અને લાંબુ જીવન જીવી શકે છે.


ડાયેટ એક્સપર્ટ સીમ્મી ખન્નાનું એક સુત્ર છે એલ.ઇ.એ.એન. એટલે કે લાઇફ સ્ટાઇલ, એર્ક્સસાઇઝ, એટ્યૂટ અને ન્યુટ્રીશ્યન આ ચારેયનું મીલન એ લાઇફને સ્વસ્થ અને લાંબુ આરોગ્ય બક્ષે છે. આ આરોગ્યના ચાર સ્થંભોનું પ્રતિનિધીત્વ કરતું ટુકાંક્ષર છે, એલ. જીવન શૈલી માટે છે તમે જે રીતે જીવો છો... ઇ. કસરત છે, સારીરીક હલનચલન... એ. વલણ છે, તમે કેવી રીતે વિચારો છો... અને એન. પોષણ છે, તમે શું ખાવો છો... આ ચાર અક્ષરો સર્વગ્રાહી સુખાકારી માટેનો અભિગમ છે, જો તમે ફીટ રહેવાની સરળ રીત શોધી રહ્યા હોવ તો ખાવા પર પ્રતિબંધ ન રાખો તેના બદલે જીવનશૈલીમાં નાના ફેરફારો અપનાવો જેનાથી આરોગ્યમાં સુધારો થશે, ઉર્જામાં વધારો થશે, તણાવ ઓછો થશે અને વધુ સારૂ વજન નિયંત્રણ થશે, આ પહેલા ચરબી ઉતારવા અથવા પાતળા દેખાવા વિશે નથી પરંતુ, તે તમારા સ્વાસ્થ્યને સુધારવા અને શરીરના પ્રકાર માટે શરીરની ચરબીની યોગ્ય માત્રા તરફ આગળ વધવા વિશે છે, જીવનશૈલી વિશે છે.


આગળ તેમણે કહ્યું હતું કે આજે આપણી પાસે ઘણા ખોરાકના વિકલ્પો અને જાતો છે, જોકે આપણે તંદુરસ્ત, સંતુલીત આહાર પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા છીએ, આજના સોશ્યલ મીડીયાના પ્રભાવના કારણે વધુ મુશ્કેલી એ છે કે શરૂઆતથી અધિકૃત વાનગીઓ બનાવવાના બદલે રાંધેલા ખોરાકો મેળવીએ છીએ, ખાસ કરીને ખાદ્ય પદાર્થો ખરીદવાની જાગૃતતા લાવવાની જરૂર છે, ફ્રુટ પર કયા ખોરાકમાં કેટલું પ્રોટીન અને કેટલું એસીડાયટ છે, એ પેરામીટર જાણવું જરૂરી છે.


સીમ્મી ખન્ના કહે છે કે હું આ ફિલ્ડમાં ૨૮ વર્ષથી છું અને શરૂઆત મારા ઘરથી જ થઇ હતી, માતા-પિતા કાર્ડીયાઝ પેશન્ટ હોવાથી અહિંથી જ આ વિષયમાં રૂચી અને તેના પરિણામ લાવવા માટે નિરધાર કર્યો હતો રીસર્ચ કરતા કરતા અલાયદી રેસીપીઓ બનાવી અને આજે એ શરૂઆત પ્રોફેશનલ સુધી પહોંચી છે, હાલ ન્યુટ્રીશ્યન પર એડવાન્સ કોર્સ કરૂ છું. મને સતત શિખતું રહેવું ગમે છે.
સીમ્મી ખન્નાને અનેક સર્ટીફીકેટો અને એવોર્ડ મળી ચૂક્યા છે,  તેમનો રૂમ આવા એવોર્ડ થી ભરચક છે, તેણીને દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ સહિતના અન્ય શહેરોમાંથી ૧૨ જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે, ચોક્કસ લોકોમાં જાગૃત્તા સાથે આરોગ્યને લઇને સતર્કતા બતાવી છે, તેમણે એક હિલ વીથ લવ નામની રેસીપી ઉપર બુક લખી છે, બાળકો માટે ગેમ્સનું સર્જન કર્યુ છે, એટલું જ નહિં, પોતાના રોજીંદા જીવનમાં વપરાતા શાકાહારી ખાદ્ય પદાર્થોનો ઉછેર પણ એવો પોતાના ઘરે કરે છે.


સામાન્ય રીતે ડાયેટ એકસપર્ટ ખાવા-પીવાની બાબતો પર બ્રેક મારતા હોય છે, જયારે સીમ્મી ખન્ના આ પ્રકારના કોઇ બંધન લગાવ્યા વિના ફીટ એન્ડ ફાઇનની બાંહેધરી આપે છે, અહિં સવાલ થાય કે શું આ થઇ શકે? તો આ વાત ૧૦૦ ટકા સાચી છે, અસંખ્ય લોકોને તેઓએ પોતાની રેસીપીના ડાયેટ પ્લાન થી આશ્ર્ચર્યજનક પરીણામ આપ્યા છે, આપણા રોજીંદા જીવનમાં જમવામાં આવતી તમામ પ્રકારની પરેજીઓ નહિં પાડી અને આપને ગમતો સ્વાદ સંપૂર્ણ રીતે આરોગવા માટે તેઓ મુક્ત રાખે છે, માત્ર વજન ઉતારવો જ નહિં પરંતુ શરીરની આંતરીક ફીટનેસ બાબતે પણ તેઓ ખૂબ જ અસરકારક કામગીરી કરી રહ્યા છે, હા દીનચરીયામાં સુધારાની સાથે અમુક પ્રકારની પરેજીઓ અનીવાર્ય બની રહેતી હોય છે.


આગળ સીમ્મી ખન્નાએ વાતચીતમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે લોકો દાઢે વળગેલા સ્વાદને જલ્દી છોડી શકતા નથી હોતા, જેમ કે મહીલાઓ પાણીપુરી અને પુરૂષો ઘુઘરા કે અન્ય ચટાકેદાર ખાણીપીણી બાબતે જો આપણે તેમને એક જાટકે છોડવાનું કહીએ તો સ્વાભાવિક છે કે તેઓ એટલી જલ્દી તૈયાર ન થઇ શકે પરંતુ અમારી જે ડાયેટ પ્લાન છે તેમાં મારી રેસીપી મુજબનો એક અલગ પ્રકારની ડાયેટ ટીપ્સ આપવામાં આવે છે, દા.ત. સવારના નાસ્તામાં મોટાભાગે લોકો ચા અને પરોઠા આરોટતા હોય અહિં પરોઠાની સાથે દહીં લેવામાં આવે તો સારી વાત છે, એજ રીતે નાસ્તામાં થેપલામાં થોડી મગનો દાળને મીક્સ કરવામાં આવે. આ પ્રકારની અનેક જુદી જુદી ખોરાકની રેસીપી કારગર નિવડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application