BREAKING NEWS

જામનગરમાં વિજબીલ વસુલવા ફરી ડ્રાઇવ: ૩૬૦ ટીમની ચારેકોર તપાસ

  • March 24, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મનગરના પીજીવીસીએલના તંત્ર દ્વારા શહેર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ સવારના ૭ વાગ્યાથી ૩૬૦ ટીમો દ્વારા .૧૫.૭૧ કરોડની વસુલાત કરવા માટે મજબૂત પોલીસ બંદોબસ્ત સાથે ટીમો ઉતરી છે. આ મહિનામાં ૨૮૨૩૧ ગ્રાહકોએ વીજ બીલના ૧૧.૦૨ કરોડ ભરી દીધા છે, જો તકે ૧૨૭૨ ગ્રાહકોએ બાકી રહેલા ૧.૮૪ કરોડ ન ભરતા તેના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. પરંતુ આજે પીજીવીસીએલ દ્વારા ૨૯૪૧૨ આસામીઓની ૧૫.૭૧ કરોડની વીજ બીલની બાકી રકમ વસુલવા માટે સવારથી જ ટીમો દ્વારા વ્યાપક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અને સાંજ સુધીમાં અનેકના વીજ જોડાણ કટ્ટ કરી નાખવામાં આવશે.

પીજીવીસીએલના અધિક્ષક હસિત વ્યાસના માર્ગદર્શન હેઠળ નાયબ ઇજનેરો રાબડીયા, પરમાર સહિતના અધિકારીઓની બનેલી કુલ ૩૬૦ ટીમોએ જામનગર શહેરનાં કાલાવડ નાકા, પટ્ટણીવાડ, લાલવાડી, ખોડીયાર કોલોની, રણજીતનગર, સાધના કોલોની, નવાગામ ઘેડ, સેતાવાડ, રણજીતરોડ, ગુલાબનગર, બેડી, જોડીયા , ભુંગા, ગાંધીનગર, મચ્છરનગર સહિતના અનેક વિસ્તારોમાં સવારથી જ ચેકીંગની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જો કે આ ચેકીંગ વચ્ચે કેટલાક લોકોએ બાકી રહેલા બીલ ભરવાની તૈયારી પણ દાખવી હોવાનું બહાર આવ્યું છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા, દ્વારકા, ભાટીયા, રાવલ, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં પણ સવારથી જ ચેકીંગ થઇ રહ્યું છે. પીજીવીસીએલ દ્વારા અગાઉ બે ડ્રાઇવ કરવામાં આવી હતી. ૨૦૨૬ના વર્ષમાં કુલ ૫૮૯૧૫ લોકોનાં  ૨૮.૫૭ કરોડ બાકી હોવાથી આ ડ્રાઇવ કરાઇ હતી. તેમાં ૨૮૨૩૧ ગ્રાહકોએ ગઇકાલ સુધીમાં ૧૧.૦૨ કરોડ ભરી દીધા હતા. અને હવે બાકી રહેલા ૨૯૪૧૨ ગ્રાહકોની ૧૫.૭૧ કરોડની રકમ જે બાકી છે તે વસુલવા પીજીવીસીએલની ટીમો મેદાનમાં ઉતરી છે. 
​​​​​​​


છેલ્લા બે મહિનામાં આ બે ડ્રાઇવના કારણે પીજીવીસીએલની આવકમાં પણ વધારો થયો છે. પીજીવીસીએલના અધિક્ષક હસિત વ્યાસના જણાવ્યા અનુસાર તા.૧૯ના રોજ આવેલા મીની વાવાઝોડા અને વંટોળના કારણે વીજલાઇનને ખુબ જ નુકશાન થયુ છે. મોટા ભાગની ખેતીવાડી લાઇનોને નુકશાન થયુ છે.૭૪૧થાંભલામાંથી ૫૧૪ કાર્યરત કરી દેવાયા છે. બાકી રહેલા ૨૨૭ થાંભલાઓને સ્થળ ઉપર પહોંચાડીને આ વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. 

સવારથી જ પીજીવીસીએલની ટીમો દ્વારા કનેકશનો કટ્ટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાંજ સુધીમાં જેટલા વીજ કનેકશનો કટ્ટ કરાયા તે અંગે સતાવાર જાહેરાત કરી દેવામાં આવશે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News