BREAKING NEWS

જામનગર સહિત હાલારમાં મિશ્ર ઋતુનો બેવડો માર: મહતમ તાપમાન ૩૨ ડીગ્રી

  • February 21, 2026 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સહિત હાલારમાં મિશ્ર ઋતુનો બેવડો માર: મહતમ તાપમાન ૩૨ ડીગ્રી

જામનગર સહિત સમગ્ર હાલારમાં મિશ્ર ઋતુનો બેવડો માર પડયો છે. છેલ્લા અઠવાડિયાથી બપોરના અસહ્ય ગરમીની શ‚આત થઇ ચુકી છે. ત્યારે સવાર સાંજ હજુ પણ ઠંડીનો માહોલ રહ્યા કરે છે. એક તરફ મચ્છરનો ત્રાસ બીજી તરફ રોગચાળાએ માઝા મુકી છે ત્યારે મહતમ તાપમાનમાં બે ડીગ્રીનો વધારો થયો છે અને તાપમાન ૩૨ ડીગ્રીએ પહોંચ્યુ છે. આવનારા દિવસોમાં વધુ ગરમી પડશે તેવા ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજયમાં રાજકોટ, અમરેલી અને સુરતમાં પણ તાપમાન ૩૫ ડીગ્રીએ પહોંચી ગયુ છે. ગઇકાલે રાજયમાં ૩૪.૭ ડીગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. 

છેલ્લા કેટલાક સમયથી હવામાનમાં પલટો આવી રહ્યો છે. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડી ગરમીનો માહોલ જોવા મળે છે. ગઇકાલે તો સુરત, અંકલેશ્ર્વર, ગોધરા અને પંચમહાલ જિલ્લામાં માવઠુ થયુ હતું. હાસોઠ ગામમાં એકાદો ઇંચ વરસાદ પડયો હતો. ત્યારે જામનગરનું તાપમાન પણ વધી ગયું હતું. 
​​​​​​​

કલેકટર કચેરીનાં કંટ્રોલ‚મના જણાવ્યા મુજબ મહતમ તાપમાન ૩૨ ડીગ્રી, લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી, હવામાં ભેજ ૬૧ ટકા, અને પવનની ઝડપ ૧૦ થી ૧૫ પ્રતિકલાક જોવા મળી હતી. આ ઉપરાંત ગામડાઓમાં અને તાલુકા મથકો કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, લાલપુર, ધ્રોલ, જોડીયા, ભાટીયા, રાવલ, ફલા સહિતનાં ગામડાઓમાં પણ બપોરે ગરમી શ‚ થતાં ખેતરમાં કામ કરતા ખેડુતો પણ ગરમીમાં કામ કરવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application