BREAKING NEWS

ખંભાળિયાના દાતા ગામે કૂવામાં પડેલા શ્ર્વાનનું રેસ્ક્યુ કરાયું

  • April 01, 2026 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના દાતા ગામે કૂવામાં પડેલા શ્ર્વાનનું રેસ્ક્યુ કરાયું

ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલા દાતા ગામના વાડી વિસ્તારમાં એક શ્વાન અકસ્માતે કૂવામાં ખાબકી પડ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક રહીશો દ્વારા અહીંની જાણીતી સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી.

જેથી સંસ્થાના કાર્યકરો તાત્કાલિક આ સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત સાથે કૂવામાં ઉતરીને કૂતરાનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. જે અંતે શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢી તેનો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો હતો. આ કાર્યથી સંસ્થાના સેવાભાવી કાર્યની પ્રશંસા કરવામાં આવી રહી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application