BREAKING NEWS

જામનગર: મોટી ખાવડીમાંથી ડિગ્રી વગરનો ડોક્ટર પકડાયો

  • June 16, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મોટી ખાવડીમાંથી ડિગ્રી વગરનો ડોક્ટર પકડાયો

એસઓજીની ટુકડી દ્વારા દરોડો : દવા સહિતનો મુદામાલ જપ્ત

મોટી ખાવડી ગામમાં ડિગ્રી વિના ડોક્ટરને જામનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર  જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

દરમિયાન એસ.ઓ.જી. સ્ટાફના વિજયભાઈ કારેણા, જયેશભાઈ પઢેરીયા તથા ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવને બાતમી મળી હતી કે મોટી ખાવડી ગામમાં રાજ કોમ્પ્લેક્સ સામે આવેલા શુભમ ગેસ્ટ હાઉસની નીચે સંજીવ રામલાલ શર્મા નામનો ઇસમ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી ધરાવતો ન હોવા છતાં બિહારી ક્લિનિક નામે દવાખાનું ચલાવી દર્દીઓની તપાસ કરી વિવિધ પ્રકારની દવાઓ અને ઇન્જેક્શન આપી સારવારના નામે રૂપિયા વસૂલ કરી રહ્યો છે.

બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડી તપાસ કરતા બાતમી સાચી હોવાનું જણાયું હતું. સ્થળ પરથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૪,૭૨૮નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે આરોપી વિરુદ્ધ મેઘપર પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ-૧૯૬૩ની કલમ ૩૦ તથા ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.)ની કલમ ૧૨૫ હેઠળ ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application