BREAKING NEWS

જામનગરના મ્યુ. કમિશ્નરનો ચાર્જ સંભાળતા દિપેશ કેડીયા

  • May 18, 2026 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના મ્યુ. કમિશ્નરનો ચાર્જ સંભાળતા દિપેશ કેડીયા

ગઇકાલે પુર્વ મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીએ ચાર્જ છોડયો

સરકારે તેમને પોરબંદરના પ્રભારી સચિવ તરીકે આપી નિમણુંક 

જામનગરના મ્યુ. કમિશ્નર તરીકે ૩ વર્ષ અને ૩ અઠવાડીયા સુધી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ડી.એન. મોદીએ રવિવારે તેમના હોદાનો ચાર્જ છોડયો હતો, આજે સવારે નવા કમિશ્નર તરીકે દિપેશ કેડીયાએ તેમના હોદાનો ચાર્જ સંભાળી લીધો હતો.

આજે દિપેશ કેડીયા સવારે મ્યુનીસીપલ ઓફીસમાં આવ્યા ત્યારે તેમનું અધિકારીઓએ સ્વાગત કર્યુ હતું, શનિવારે સાંજે પુર્વ કમિશ્નર ડી.એન. મોદીને વિદાયમાન આપવામાં આવ્યુ હતું અને કર્મચારીઓએ પાર્ટી આપી હતી, મ્યુ. કમિશ્નરે તેમના કાર્યકાળ દરમ્યાન કર્મચારીઓએ સહકાર આપ્યો હતો તે વતી આભાર માન્યો હતો, જયારે અધિકારી અને કર્મચારીઓએ પણ મ્યુ. કમિશ્નરની કામગીરીને બિદાવીને તેઓને યોગ્ય માર્ગદર્શન મળ્યુ હોવાની પણ વાત કરી હતી. 

રાજય સરકારે શનિવારે સાંજે એક નવો ઓર્ડર કાઢીને પોરબંદરના પ્રભારી સચિવ તરીકે અગાઉ ત્યાં ફરજ બજાવી ચુકેલા અને જામનગરના મ્યુ. કમિશ્નર તરીકે રવિવારે ચાર્જ છોડનાર ડી.એન. મોદીની નિમણુંક કરવામાં આવી છે તેઓ હવે પોરબંદરનો હવાલો સંભાળશે, સરકારે તેમને જામનગરથી બદલીને રાજયના ડેવલોપમેન્ટ કમિશ્નર તરીકે ગાંધીનગર ખાતે બદલી કરી છે આજે સવારે ત્યાં પણ તેઓ ચાર્જ સંભાળી લીધો હતો. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application