હાલારની ખાનગી હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થાય તો બિલ માફ કરવા માંગ
જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત
જામનગરને દ્વારકા શહેર જિલ્લામાં મોટી મલ્ટી નેશનલ ખાનગી હોસ્પિટલો આવેલી છે. જયારે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે દર્દીની સારવાર કરાય છે. તેમજ ખર્ચ વસુલવામાં આવે છે, પરંતુ જયારે દર્દી ક્રિેટીકલ અથવા જીવી શકે તેમ ન હોય તેવી ક્ધડીશનમાં હોય ત્યારે દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે. જેથી હોસ્પિટલોની બદનામી ન થાય, પરંતુ આવી હોસ્પિટલ સારવાર ખર્ચ તો વસુલે જ છે, જે કાયદાને સુસંગત નથી. જામનગર અને દ્વારકા શહેર જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલોમાં આવા દર્દીઓની પૂરતી તકેદારી રાખી યોગ્ય સારવાર કરી શકે એટલા તમામ પ્રયાસો કરી દર્દીઓને બચાવવાના ડોકટરોને હોસ્પિટલો દ્વારા પ્રયાસ કરાય છે તે અભિનંદનને પાત્ર છે.પરંતુ અમુક હોસ્પિટલને જાણ હોવા છતાં દર્દીઓને ખોટી રીતે વેન્ટીલેટર ઉપર રાખી બીલ વસુલવામાં આવે છે.
આ બાબતે જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોરભાઇ મજીઠીયા દ્વારા રાજયપાલ, આરોગ્ય સચિવ સહિતાઓને પત્ર પાઠવીને રજુઆત કરી છે. વિસ્તૃત પત્રમાં જણાવ્યું છે કે મોટા ભાગના ડોકટરો માનવતાનો અભિગમ વાપરે છે અને દર્દીઓની સેવા કરે છે. પરંતુ અમુક લેભાગુ, લાલચી, ડોકટરોને હોસ્પિટલો દર્દીઓને બિનજરી વેન્ટીલેટર ઉપર રાખી મોટી રકમ વસુલાય છે. એવા અનેક કિસ્સા અખબારોમાં પ્રસિદ્ધ થયા છે. તેથી અજ્ઞાન લાચાર ગરીબ અને મઘ્યમ વર્ગના દર્દીઓ પીસાય છે. અને હોસ્પિટલોના બીલ ભરવા સ્ત્રીઓના ઘરેણા વહેંચવા પડે છે. ત્યારબાદ દર્દીઓનો આખો પરિવાર ગરીબીમાં ધકેલાઇ જાય છે.
આ ઘ્યાને લઇ જામનગરને દ્વારકા શહેર જિલ્લામાં તમામ ડોકટરોને હોસ્પિટલોમાં દર્દીઓનું મૃત્યુ થાય તો માનવતાના ધોરણે આવા મૃત પામેલ દર્દીઓનું બીલ વસુલવામાં ન આવે. તેમ જ મૃત્યુ પામેલ દર્દીઓનું આરોગ્ય બીલ માફ કરવામાં આવે તેવો માનવતાના ધોરણે જરી હુકમ કરવા અપીલ કરી છે.
જામનગરની દ્વારકા શહેર જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલો તેમજ હોસ્પિટલોમાં ચાલતા મેડીકલ સ્ટોરની કિલનીક એસ્ટાબ્લિશમેન્ટ એકટ મુજબ તપાસ કરવી. હોસ્પિટલોના મેડીકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટ હોતા નથી. મેડીકલ સ્ટોર ૩૦-૪૦એફટીની જગ્યામાં ચલાવતા હોય છે. મેડીકલ સ્ટોરની અંદર જાહેર જનતાની ઉપયોગમાં આવે તેવી કોઇ દવા વેચાતી નથી. ફકત અજાણી કંપનીઓની ઉંચા ભાવની દવાઓ ગ્રાહકોલને, દર્દીઓને ધાબડી દેવામાં આવે છે. જેથી અજ્ઞાન અને લાચાર ગ્રાહકો લુંટાઇ છે. ખાનગી હોસિપટલ મોટા ભાગના સરકારી નિયમોનું ઉલ્લંઘન કરે છે. નિયત નમુનામાં બોર્ડ નથી. અનેક ગ્રાહકોની દર્દીઓની, ફરિયાદો અમારી સંસ્થાને મળેલ છે. અમારી સંસ્થાની રજુઆત ઘ્યાને લઇ મૃતક દર્દીઓનું આરોગ્ય બીલ માફ કરવા, તેમજ ગેરકાયદે ચાલતા મેડીકલ સ્ટોરના લાયસન્સ રદ કરવા તેમજ હોસિપટલોમાં કાયદા મુજબ તપાસ કરી લાયસન્સ રદ કરવા જરી કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.