ખંભાળિયા શહેરના ગૌરવ સમાન પરિમલસાહેબ નથવાણી સતત ચોથી વખત રાજ્યસભાના સભ્ય તરીકે વિજેતા જાહેર થતાં ખંભાળિયા શહેરમાં હર્ષ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
આ પ્રસંગે વિજય સિનેમા એ હર્ષદભાઈ બેરા, સંજયભાઈ નકુમ, ઘેલુભાઈ ગઢવી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચીમનભાઈ નકુમ જિલ્લા પંચાયત સભ્ય મયુરભાઈ નકુમ નગરપાલિકા સભ્ય જીગ્નેશભાઈ પરમાર. ઉદયભાઈ ગઢવી સરપંચ જમનભાઈ નકુમ રાકેશ ભાઈ નકુમ માર્કેટિંગ યાર્ડ ડાયરેક્ટર વિજયભાઈ નકુમ વકીલ મંડળમાંથી કમલેશભાઈ દવે સહિત આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોએ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી અને એકબીજાને અભિનંદન પાઠવી વિજયની ભવ્ય ઉજવણી કરી હતી.
પરિમલસાહેબ નથવાણીની આ ઐતિહાસિક જીતને વધાવી લેતા ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, તેમના અનુભવ, દૃઢ નેતૃત્વ અને લોકહિતના કાર્યોના કારણે સતત ચોથી વખત રાજ્યસભામાં પહોંચવાનો ગૌરવ પ્રાપ્ત થયો છે. આ જીત ખંભાળિયા શહેર તથા સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો માટે ગર્વની ક્ષણ છે.
“સતત ચોથી વખત રાજ્યસભામાં વિજય – ખંભાળિયાનું ગૌરવ, ગુજરાતનો અભિમાન.”