જામનગર: સુમરી ભલસાણના સરપંચને હોદ્દા પરથી દૂર કરતા ડીડીઓ
વિકાસના કેટલાક કામોમાં હોદાનો દૂરપયોગ થયાનું બહાર આવતા ડીડીઓનું આકરુ પગલું: હવે પોલીસ ફરીયાદ થશે
જામનગર તાલુકાના સુમરી ભલસાણના સરપંચ દ્વારા વિકાસના કેટલાક કામોમાં સતાનો દૂરપયોગ થયાનું બહાર આવ્યા બાદ ડીડીઓ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી આખરે ડીડીઓએ સરપંચ રામભાઇ રાયધનભાઇ છૈયાને સરપંચના હોદા પરથી દૂર કરવા આદેશ આપ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે જામનગર તાલુકાના સુમરી ભલસાણના સરપંચ રામભાઇ છૈયા દ્વારા સિંચાઇના કામો પણ તેમના પુત્ર અને ભત્રીજા પાસે કરાવવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાના વાઉચરોમાંથી સરકારી નાણાની ઉચાપત કરી હોવાનું ખુલ્યુ છે ગુજરાત પંચાયત ધારા અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ સરપંચને દોશી ઠેરવાયા હતા.
જીલ્લા પંચયાતની સિંચાઇ શાખા દ્વારા એસબીઆર સુમરી ભલસાણના કામનો વર્ક ઓર્ડર ગ્રામપંચાયતની આપવામાં આવ્યો હતો અને સિંચાઇ શાખા દ્વારા ૩.૬૫ લાખનું ચુકવણુ કરવામાં આવ્યુ હતુ આ બધુ બહાર આવતા ડીડીઓ દ્વારા સરપંચને હોદા પરથી દૂર કરવા હુકમ કરાયો હતો ત્યારબાદ આ હુકમ રોકવા માટે પણ રાજકીય લોકોએ ભલામણનો વિરોધ શરૂ કર્યો હતો આગામી દિવસોમાં આ કેસમાં પોલીસ ફરીયાદ થશે તેમ અધિકારીએ જણાવ્યુ હતુ.