૧૫ વર્ષથી વધુ જૂના વાહનોના સ્ક્રેપની યોજનાનો ફિયાસ્કો: માત્ર ૨૩નું પુન: રજિસ્ટ્રેશન કરાયું

  • December 26, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજયમાં ૧૩,૦૦,૦૦૦ થી વધુ વાહનો એવા છે કે જેમને ૧૫ વર્ષની આયુષ્ય મર્યાદા પૂર્ણ કરી છે રાયમાં ફિટને સર્ટિફિકેટ લેવાની કે સ્ક્રિપ્ટ કરવાની યોજના અમલી છે પરંતુ આ મામલે વાહનચાલકોની સાથે સરકાર પણ ઉદાસીન વલણ ધરાવી રહી છે અને રસ્તા પર ક્ષમતા ગુમાવી ચૂકેલા વાહનો દોડી રહ્યા છે.આમ આ યોજનાનો ફીયાસકો થયો છે.
રાયમાં પ્રદૂષણ વધારવામાં અને કેટલાક અંશે અકસ્માત થવા પાછળ વાહનો ખામીયુકત હોવાનું કારણ પણ જવાબદાર હોય છે ત્યારે ડિસેમ્બર
–૨૦૨૪ની સ્થિતિએ ગુજરાતમાં ૧૩ લાખથી વધુ વાહનો યોગ્ય ફિટનેસ નહીં ધરાવતા હોવા છતાં રસ્તા પર છે. તો ૨૨.૭૨ લાખ રસ્તા ઉપર દોડતા ન હોય તેવા પણ ફિટનેસ ન ધરાવતા વાહનો છે. જે વાહનોની રસ્તા ઉપર દોડવાની ૧૫ વર્ષની આયુષ્ય મર્યાદા પૂર્ણ થઇ ગઇ હોય તેના ફિટનેસ સર્ટિફેકેટ લેવાની કે સ્ક્રેપ કરવાની યોજના અમલમાં છે. જોકે, રાયમાં આવા કેટલા વાહનોને સ્ક્રેપ કરાયા તે સવાલ છે. ઉપર દોડવાની ક્ષમતા ગુમાવી ચૂકયું હોય.
વાહન રસ્તા કે પછી ૧૫ વર્ષ પૂર્ણ થઇ ગયા હોય તેવા કિસ્સામાં સ્વૈચ્છિક રીતે વાહનમાલિક આ માટે ઓનલાઇન અરજી કરી શકે તેવી સુવિધા સરકાર દ્રારા શ કરાયેલી છે. જોકે, વાહનમાલિકો આવા કિસ્સામાં વાહન સ્ક્રેપ ના કરાવે અને રસ્તા ઉપર લઇને નીકળતા હોય તેવા કિસ્સામાં રાયના આરટીઓ તંત્રની તેવા વાહનોની ઓળખ કરી ફિટનેસ સર્ટિફિકેટ કે કન્ડીશન પ્રમાણે તેને સ્ક્રેપ કરાવવાની જવાબદારી છે. ગુજરાતમાં વાહનો સ્ક્રેપ કરવાની સુવિધા આપતા પાંચ કેન્દ્ર (રજિસ્ટર્ડ વેહિકલ સ્ક્રેપિંગ ફેસેલિટી) કાર્યરત છે. તેમ છતાં લાખોની સંખ્યામાં વાહનો રસ્તા ઉ૫૨ ફરી રહ્યા છે કે પછી વાહનમાલિકો પાસે પડી રહ્યા છે.રજિસ્ટ્રેશન (આર.સી.) રદ કરી દેવામાં આવ્યું હોય તેવા ૪૪ હજારથી વધુ વાહનો છે. પુન: રજિસ્ટ્રેશન થયું હોય તેવા વાહનોની સંખ્યા ફકત ૨૩ છે. લગભગ તમામ પ્રકારના સૌથી વધુ વાહનો ખરીદાતા હોય તેવા રાયમાં ગુજરાત દેશમાં મોખરે છે ત્યારે ફિટનેસ વિનાના વાહનો દોડતા હોય તેમાં પણ ગુજરાત છઠ્ઠા સ્થાને છે. નવાઇની વાત એ છે કે, ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેના મંત્રાલયના ડેશ બોર્ડ ઉપર અન્ય રાયના વાહનોની સ્ક્રેપ એપ્લિકેશનની માહિતી છે. જેમાં દિલ્હી મોખરે છે, પરંતુ ગુજરાતના વાહનોની કોઇ માહિતી ઉપલબ્ધ નથી. તે સંજોગોમાં રાયનું વાહન વ્યવહાર તંત્રના જવાબદાર અધિકારીઓની કામગીરી જાહેર થવી જરી બની છે. રાય સરકાર દ્રારા જાહેર કરવામાં આવતી યોજનાનો યોગ્ય અમલ નહીં થવાના કારણે તેનો ફિયાસકો થયો છે તેવું કહેવુ અતિશયોકિત ભરેલું નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application