રાજ્યના ગૃહ વિભાગે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર (ટીપીઓ) મનસુખ સાગઠિયા અને તેમના પરિવારજનોના નામે વસાવેલી કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા સામે કરવામાં આવી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર મનસુખ સાગઠિયા અને તેમના પરિવારના સભ્યોના નામે કુલ ₹23.15 કરોડની મિલકતો છે, જે ટાંચમાં લેવાશે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે સાગઠિયાની કાયદેસરની આવક કરતા 628.42 ટકા વધુ મિલકતો છે, જે અપ્રમાણસર છે. આથી, રાજ્ય સરકારે આ મિલકતો ટાંચમાં લેવાની મંજૂરી આપી દીધી છે.
મહત્વનું છે કે, મનસુખ સાગઠિયા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપીઓમાંના એક છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ સાગઠિયા સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા અને ACB દ્વારા તેમની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેમની સામે કડક કાર્યવાહી કરીને તેમની કરોડોની મિલકત ટાંચમાં લેવાનો નિર્ણય લેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા માર્યા, પત્ની અને બાળકનું મોત
December 27, 2024 09:53 AMરાજકોટના કણકોટ પાટિયા પાસે ઇનોવેટીવ સ્કૂલની બસ થાંભલા સાથે અથડાઈ, વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા
December 27, 2024 09:29 AMપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું 92 વર્ષની વયે નિધન
December 26, 2024 10:19 PMપૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
December 26, 2024 09:12 PMરાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડોની મિલકત ટાંચમાં લેવાશે
December 26, 2024 08:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech