અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આજે પડેલા વરસાદથી કાંકરિયા કાર્નિવલમાં પણ થોડી અસર જોવા મળી હતી. વરસાદના કારણે લોકોની મજામાં થોડો વિક્ષેપ પડ્યો હતો.
આજે અમદાવાદ શહેરના મણિનગર, કાલુપુર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. જો કે હવામાન વિભાગે આગામી ૩ દિવસ માવઠાની આગાહી કરી છે, જેને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આજે પડેલા વરસાદથી કાંકરિયા કાર્નિવલમાં પણ થોડી અસર જોવા મળી હતી. વરસાદના કારણે લોકોની મજામાં થોડો વિક્ષેપ પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી ત્રણ દિવસમાં અમદાવાદ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે.
આથી લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વરસાદ દરમિયાન સાવચેત રહે અને સુરક્ષિત સ્થળોએ આશ્રય લે. ખાસ કરીને ખુલ્લા વિસ્તારોમાં અને ઝાડ નીચે ઉભા રહેવાનું ટાળવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડો. મનમોહનસિંહને નાણામંત્રી અને વડાપ્રધાન બનાવવાનો રોમાંચક ઘટનાક્રમ
December 27, 2024 10:46 AMઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર માંડ બચ્યા
December 27, 2024 10:46 AMબગસરા–સુરત એસ.ટી. બસ પલટી મારી જતાં ૧૮ મુસાફરો ઘાયલ
December 27, 2024 10:41 AMજેતપુરના થાણાગાલોળ ગામે કેનાલમાં દંપતી બાઈક સાથે ખાબકતા પત્નીનું મોત
December 27, 2024 10:40 AMસૌથી વધુ વરસાદ ધરાવતા ડાંગ જિલ્લામાં સરકારે પેટર્ન બદલી: ૧૩૪ મોટા ચેક ડેમનું નિર્માણ
December 27, 2024 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech