દેવભૂમિ દ્વારકા : ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

  • April 24, 2025 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સહાય યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ખેડૂતોએ તા.૧૫ મે સુધીમાં અરજી કરી શકશે

વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ તા.૧૫/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 
​​​​​​​

અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે. ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે.
પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા/તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વમંજુરી આપવામાં આવશે. તો આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક ખેડૂત મિત્રોને અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application