BREAKING NEWS

ખંભાળિયા: ઈન્સ્ટાગ્રામ આઈડીમાં અભદ્ર ભાષાની પોસ્ટ અંગે ફરિયાદ

  • May 21, 2026 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: ઈન્સ્ટાગ્રામ આઈડીમાં અભદ્ર ભાષાની પોસ્ટ અંગે ફરિયાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા ઈન્સ્ટાગ્રામ આઈડીના વપરાશકર્તા સામે મહિલા પર આરોપ લગાવતા અભદ્ર લખાણ સંદર્ભે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર પોલીસ મથકના પી.એસ.આઈ. એસ.કે. બારડ દ્વારા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.ઓના વપરાશકર્તાઓ સામે નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે આ સોશિયલ મીડિયા એપ્લિકેશન પર કરવામાં આવેલી પોસ્ટમાં જાહેરમાં આરોપ-પ્રત્યારોપ કરવા તથા આભદ્ર ભાષામાં અપમાનજનક લખાણ લખી, ધાકધમકી આપતી કોમેન્ટ કરવામાં આવી હતી. જેના કારણે મહિલાના ચારિત્રને હાની પહોંચતી કોમેન્ટ લખી અને ચોક્કસ સમાજની લાગણી દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કરી, જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ થયો હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
​​​​​​​
આ પ્રકરણ સંદર્ભે પોલીસે બીએનએસ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.એસ. ગળચર દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application