BREAKING NEWS

જામનગર: નાગરિકોને સચેત એપ ડાઉનલોડ કરવા અપીલ

  • June 04, 2026 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: નાગરિકોને સચેત એપ ડાઉનલોડ કરવા અપીલ

જાગૃત રહો, સુરક્ષિત રહો  સચેત એપ ડાઉનલોડ કરો, વહેલી ચેતવણી મળી શકે તે માટે આયોજન

જામનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર કલેક્ટર કચેરી જામનગર દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોને ભારત સરકારની સત્તાવાર સચેત મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ કરવામાં આવી છે.

આ એપ્લીકેશન ભારત સરકારના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ  દ્વારા વિકસાવવામાં આવી છે, જે નાગરિકોને વિવિધ કુદરતી આપત્તિઓ અંગે સમયસર અને વિશ્વસનીય અગાઉથી ચેતવણી પૂરી પાડે છે. સચેત એપના મુખ્ય ફાયદાઓ જેમાં પૂર, વાવાઝોડું, ધરતીકંપ, ભૂસ્ખલન, વીજળી જેવી કુદરતી આપત્તિઓ અંગે રિયલ-ટાઈમ સૂચનાઓ મળે છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ તાજી હવામાન આગાહીઓ અને ચેતવણીઓ એપમાં ઉપલબ્ધ છે. એપ ગુજરાતી સહિત ભારતની ૧૨થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. જેથી દરેક નાગરિક પોતાની ભાષામાં માહિતી મેળવી શકે છે. અન્ય મહત્વપૂર્ણ સુવિધાઓ જેમાં આપત્તિ સમયે શું કરવું અને શું ન કરવું હેલ્પલાઈન નંબર, પ્રભાવિત વિસ્તારોના નકશા, સુરક્ષા માર્ગદર્શિકા આપવામાં આવે છે.

વધુમાં જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, જામનગર (૨૪ડ્ઢ૭) ફોન નં.: ૦૨૮૮-૨૫૫૩૪૦૪ પર તાત્કાલિક સંપર્ક કરી શકાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે વધુ સુરક્ષા અને સમયસર ચેતવણી માટે સચેત એપ ડાઉનલોડ કરી તેનો લાભ લે અને અન્ય લોકોને પણ ડાઉનલોડ કરવા પ્રેરિત કરે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application