BREAKING NEWS

જામનગર શહેરમાં સોપારીના ધંધાર્થી સહિત ત્રણ વર્લીનો જુગાર રમતા પકડાયા 

  • June 25, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં સોપારીના ધંધાર્થી સહિત ત્રણ વર્લીનો જુગાર રમતા પકડાયા 

બે સ્થળે દરોડામાં ૧૧ હજારની રોકડ અને ચિઠ્ઠીઓ કબ્જે

જામનગર શહેરના શાક માર્કેટ સર્કલ પાસે વર્લીનો જુગાર રમતા એક શખ્સને દબોચી લીધો હતો જયારે ફાતમાબાઇ મસ્જીદ નજીકના વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા સોપારીનો વેપાર કરતા શખ્સ સહિત બે ઝપટમાં આવ્યા હતા.

જામનગરના કાલાવડનાકા બહાર સૈયદ ફળીમાં રહેતા સુલેમાન ઇસ્માઇલ મીઠવાણીને શાક માર્કેટ સર્કલ પાસેથી વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૧૧૪૦ અને ચિઠ્ઠી સાથે દબોચી લીધો હતો. જયારે પંચેશ્ર્વર ટાવરે રહેતા ભરતકામ કરતા ઇકબાલ અદ્રેમાન મલેક અને સાધના કોલોની એમ-૧૩માં રહેતા સોપારીના વેપારી ભરત વસંતજી જોબનપુત્રા આ બંનેને ફાતમાબાઇ મસ્જીદની સામેના વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૧૦૫૬૦ અને સ્લીપ સાથે પકડી લીધા હતા. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News