BREAKING NEWS

ભાણવડ: પાછતરડીનો શખ્સ પાયલોટિંગ સાથે દારૂ લઈને નીકળતા ઝડપાયો

  • July 15, 2026 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ: પાછતરડીનો શખ્સ પાયલોટિંગ સાથે દારૂ લઈને નીકળતા ઝડપાયો

બે શખ્સોની અટકાયત: સપ્લાયરની શોધખોળ

ભાણવડ તાલુકાના પાછતરડી ગામે રહેતા માંડા કરમણ હૂણ નામના ૨૨ વર્ષના શખ્સને ૩૦,૦૦૦ ની કિંમતના ૧૫૦ લીટર દેશી દારૂના જથ્થાને લઈને ટીવીએસ મોટરસાયકલ પર નીકળતા પોલીસે ઝડપી લીધો હતો. આ શખ્સને અન્ય એક આરોપી એવા આ જ ગામના રહીશ અમરા કરમણ હૂણ (ઉ.વ. ૨૧) દ્વારા અન્ય મોટરસાયકલ મારફતે પાયલોટિંગ કરવામાં આવતું હતું.
​​​​​​​
આ પ્રકરણમાં પોલીસે ઉપરોક્ત બંને શખ્સોને દારૂ, બાઈક, મોટરસાયકલ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૧,૨૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ બનાવમાં સપ્લાય તરીકે ભાણવડ તાલુકાના ધામણીનેસ ગામે રહેતા રામા ઉર્ફે રામુડી ભુરાભાઈ રબારી નામના શખ્સનું નામ ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News